ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા પોલીસને લાગ્યો દાગ, LCB કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો - સાબરકાંઠાના કોન્સ્ટેબલની ધરપકડ

સાબરકાંઠા: હિંમતનગરમાં ગુરૂવારે અમદાવાદ ACB દ્વારા સફળ છટકું ગોઠવી સાબરકાંઠા LCB કોન્સ્ટેબલની 20 હજારની લાંચ લેવાના ગુનામાં ઘરપકડ કરવામાં આવી છે. કોન્સ્ટેબલની સાથે બે વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવા માટે કોન્સ્ટેબલે લાંચ માગી હોવાનો ખુલાસો થયો છે.

ETV BHARAT
દિલીપસિંહ રહેવર

By

Published : Jan 2, 2020, 3:38 PM IST

Updated : Jan 2, 2020, 4:39 PM IST

અમદાવાદ ACB દ્વારા સાબરકાંઠા LCB પોલીસ કોન્સ્ટેબલની રૂપિયા 20 હજાર લાંચ લેવાના મુદ્દે ધરપકડ કરી છે. આ સાથે ACBએ અન્ય 2 વચેટિયાની પણ ધરપકડ કરી છે. સાબરકાંઠા LCB પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા દિલીપસિંહ રહેવરે દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ માગી હતી. જેમાં જે તે સમયે રૂપિયા 60 હજાર મળી ગયા હતા અને વધુ 40 હજાર રૂપિયા આપવાના મુદ્દે 20,000 રૂપિયા લેવા સમયે અન્ય બે વચેટિયા સહિત ત્રણની ધરપકડ કરાઈ છે.

દિલીપસિંહ રહેવર

દિલીપસિંહ રહેવર સહિત નાગેન્દ્ર સિહ કંપાવત અને યુવરાજસિંહ જોધાની પણ ACB પોલીસે મધ્યસ્થી તરીકે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 2, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details