સાબરકાંઠાઃ NRC અને CAA કાયદાના વિરોધમાં લઘુમતી સમાજ દ્વારા ભારત બંધ એલાન હતું, જો કે, બુધવાર સવારથી લઘુમતી વિસ્તારો સિવાય બંધની કોઈ અસર જણાઈ નથી, તેમજ મોટા ભાગના બજારો ખુલ્લા રહ્યા હતા. જો કે, લઘુમતી સમાજમાં બજારો બંધ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી CAA તેમજ NRC મુદ્દે ભારત તેમજ ગુજરાતના કેટલાક ભાગોમાં કેન્દ્ર સરકારના કાયદા સામે વિરોધ થઈ રહ્યો છે.
સાબરકાંઠામાં ભારત બંધના એલાનને સામાન્ય પ્રતિસાદ, લઘુમતિ વિસ્તાર સિવાયના બજારો ખુલ્લાં રહ્યાં - મોટાભાગના બજારો ખુલ્લાં
સાબરકાંઠામાં બુધવારના રોજ ભારત બંધના એલાનની સામાન્ય અસર રહી હતી અને લઘુમતિ સમાજના વિસ્તારોમાં સવારથી બજારો બંધ રહ્યા હતા, જોકે લઘુમતી સિવાયના અન્ય વિસ્તારોમાં બંધની કોઈ અસર નથી.
સાબરકાંઠામાં ભારત બંધના એલાનને સામાન્ય પ્રતિસાદ લઘુમતિ વિસ્તાર સિવાયના બજારો ખુલ્લાં
ભારત બંધનુ એલાન સાબરકાંઠા જિલ્લાના ઇડર હિંમતનગર વડાલી સહિત લઘુમતી વિસ્તારમાં બજારો બંધ રાખી આ કાયદાનો વિરોધ કરાયો છે, અન્ય વિસ્તારો તેમજ સમુદાયોએ પોતાના બજારો સ્વયંભુ ખુલ્લો રાખીને ટેકો જાહેર કર્યો છે. આગામી સમયમાં આ આંદોલનની પ્રતિક્રિયા અંતર્ગત કેવો માહોલ ઊભો થાય છે, એ તો આવનારો સમય બતાવશે. ભારત બંધના એલાનને સામાન્ય પ્રતિસાદ સાંપડયો છે, ત્યારે લઘુમતી સમાજમાં આગામી સમયમાં કેવા પ્રત્યાઘાત પડે છે એ તો સમય બતાવશે.