સાબરકાંઠા : જિલ્લા કલેક્ટર સી.જે. પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લો કુદરતી સૌદર્યનો ભંડાર છે. આ સૌદર્યને માણવા પ્રવાસીઓને આકર્ષવા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પ્રવાસન સ્થળોને વિકસાવવા અંગે માહિતી એકઠી કરવા જિલ્લા કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં પ્રવાસન અંગે કલેક્ટરની બેઠક યોજાઇ - sabarkantha news
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દિન-પ્રતિદિન પ્રવાસન સ્થળોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે સાબરકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નવીન પ્રવાસન સ્થળો અંગે બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે કેટલા અને કયા કયા સ્થળોને સમાવી શકાય તેને વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે.
સાબરકાંઠા: જિલ્લામાં પ્રવાસન વિકસાવવા માટે કલેકટરની બેઠક યોજાઇ
આ બેઠકમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાંકણોલ અને તલોદ તાલુકાના ઉજેડિયા ગામે વિકસી રહેલા બ્રહ્માકુમારી સેન્ટરની ૬૦૦ થી ૭૦૦ લોકો મુલાકાત લે છે. જેથી આ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જોકે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાંથી કયા સ્થળને પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવશે એ તો સમય બતાવશે પરંતુ હાલના તબક્કે જિલ્લામાં પ્રવાસન ધામમાં ફરવાના સ્થળોનો વિકાસ દેખાઈ રહ્યો છે તે નક્કી બાબત છે.