સાબરકાંઠા:પથ્થરમાંથી ઘંટારવ...સાંભળીને કદાચ માન્યામાં નઈ આવે પણ આ છે સત્ય હકીકત. જી હા, સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરથી માત્ર 28 કિલોમીટર દૂર ઇડર તાલુકામાં આવેલ સાબલી ગામે આવેલા મહાકાલી માતાજીના મંદિર ઊંચા ડુંગર પર બિરાજમાન છે. મહાકાલી માના મંદિરની ટોચ પર તેની પાસે એક ચમત્કારિક પથ્થરની શીલા આવેલી છે. આ પથ્થરની શીલાને તમે બીજા પથ્થરથી ખખડાવો તો તેમાંથી મંદિરના ઘંટનાદ જેવો અવાજ આવે છે.
પથ્થરમાંથી ઘંટારવ: આ જે અવાજ આવી રહ્યો છે એ કોઈ મંદિરના ઘંટનો નહિ પણ પથ્થરની શીલાનો રણકાર છે. સાબલી ગામના ડુંગર પર દાયકાઓ પ્રાચીન મહાકાલી માતાજીનું મંદિર આવેલું છે. અહીના શ્રધ્ધાળુઓના માટે સાક્ષાત અહી બિરાજેલા મહાકાલી માતાજી જ આ પથ્થર રૂપે પોતાના પરચા પૂરે છે. અરવલ્લીની ગિરિમાળાઓની ઉપરથી નીચે ગુહાઈ ડેમની પણ નજારો અવલોકિક તથા ને રમ્યો દ્રશ્ય જોવા મળતા હોય છે ઊંચા ડુંગર પર અને અરવલ્લીની ગિરિમાળા શિખરે માતા મહાકાલી બિરાજે છે.
મહાકાળી માનો મહિમા:સાબલી ગામના આ ડુંગર પર મોટી મોટી અનેક પથ્થરની શીલાઓ આવેલી છે. આ બધી શીલોમાંથી રણકાર તો માત્ર બે જ શીલોમાંથી આવે છે. ધીરે ધીરે આ વાતની જાણ થતા અહી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ થયો. વળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનો પણ વિકાસ કરાયો અને આજે અનેકો શ્રદ્ધાળુઓ અહી દર્શનાર્થે આવે છે. ડુંગરમાં આવેલા આ મંદીરમાં ચોરીના પણ પ્રયાસ થયા છે. જો કે મહાકાળી માનો મહિમા એવો છે કે પ્રયાસ કરનારને માતાજીએ ડુંગર ઉતારવા જ નથી દીધા.