ઝાડ પર લટકતો આ મૃતદેહ કોઇ હોરર ફિલ્મનું દ્રશ્ય નથી. આ એક પરિવારની ન્યાય માટેની લડતનું પ્રમાણ છે. કોઇ જીવીત વ્યક્તિ ન્યાય માટે જંગે ચડે તે તો સામાન્ય ઘટના છે પરંતુ આ તો છેલ્લા આઠ માસથી ન્યાય માટે આ મૃતદેહ અહીં ઝુલે છે. ખેડબ્રહ્માના ટાઢીવેડી ગામે છેલ્લા આઠ મહિનાથી આ મૃતદેહ પોતાની સાથે થયેલા અન્યાય સામે લડત આપી રહ્યો છે. ખરેખર, ખેડબ્રહ્માના આંજણી ગામે કામ કરતાં યુવકનો આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તે આત્મહત્યાનો બનાવ છે પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે તે હત્યા છે.
EXCLUSIVE: ન્યાયની આશમાં 8 માસથી લટકી રહ્યો છે મૃતદેહ, જાણો શા માટે નથી થયા અંતિમસંસ્કાર - Chadotru
સાબરકાંઠા: જિલ્લાના ખેડબ્રહ્માના ટાઢીવેડી ગામે છેલ્લા આઠ મહિનાથી એક યુવકનો મૃતદેહ વૃક્ષ પર લટકાવી રાખવામાં આવ્યો છે. આ યુવકના નસીબમાં શાસ્ત્રોક્ત અંતિમ સંસ્કાર પણ થયા નથી. તો આવો જાણીએ કેમ આ યુવકના અંતિમ સંસ્કાર પણ થતાં નથી ?
ન્યાયની આશમાં 8 માસથી લટકી રહ્યો છે મૃતદેહ, જાણો શા માટે નથી થયા અંતિમસંસ્કાર
ગામલોકોએ આ રીતે મૃતદેહ લટકાવી રાખી પોતાની વારસાગત પરંપરા ચડોતરુ કરી ન્યાય મેળવવાની જીદ કરી છે.
આ બાબતે સ્થાનિક પોલીસે પોસ્ટમોર્ટમ પ્રમાણે ગુનાની નોંધ કરી અને તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે. પોલીસ પણ આ સમગ્ર મામલો ત્વરીત પૂરો થાય તેવી અપેક્ષા રાખી રહી છે.