સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી ખાતે ત્રણ દિવસ અગાઉ વ્યાજખોરોના અસહ્ય શારિરીક અને માનસિક ત્રાસના પગલે 30 વર્ષીય નરેશ પટેલ નામના યુવકે ઝેરી ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. જેના પગલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા હવે સ્થાનિક સમાજ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
આજે વડાલીમાં દસથી પંદર હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ સ્થાનિક મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આરોપીઓની ઝડપી લેવા માગ કરી હતી. જો કે, છેલ્લા ચાર દિવસ થવા છતાં હજુ સુધી એક પણ આરોપીની અટકાયત ન થવાના પગલે પોલીસ સામે પણ હવે વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે.
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનાર યુવકનો મામલો ગરમાયો વ્યાજદરોમાં પોલીસકર્મી હોવાના પગલે એક પણ આરોપી ન ઝડપાતા સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારોભાર રોષ વ્યાપ્યો છે અને રોષને પગલે હજારોની સંખ્યામાં સાબરકાંઠા જિલ્લાના પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આગામી સમયમાં તાત્કાલિક ધોરણે આરોપીઓ નહી ઝડપાય ઝડપાય તો ગુજરાત કક્ષાએ વધુ એક આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
જો કે, સામાજિક વિરોધાભાસની વચ્ચે આરોપીઓની અટકાયત ક્યારે થાય છે. તેમ જ મૃતદેહના અગ્નિસંસ્કાર ક્યારે થશે એ તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં આરોપીઓને ઝડપી લેવાના મુદ્દે પોલીસ સામે ભારોભાર રોષ ઉભો થયો છે.