સાબરકાંઠાઃ જિલ્લાના ઈડરમાં ગુજરાત સરકાર દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ જયંતીને સો વર્ષ પૂરા થતા હોવાથી આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લાના છેવાડાના ગામની વિદ્યાર્થિની પ્રથમ નંબરે આવી છે. સાબરકાંઠાના ઇડરના ઉમેદપુરા ગામની શ્રેયા પટેલ ડોક્ટર વિક્રમ સારાભાઈ જન્મ જયંતી નિમિત્તે વકૃત્વ સ્પર્ધામાં ભાગીદાર બની પ્રથમ નંબર પ્રાપ્ત કરતા તેને ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહના હસ્તે 25 હજારનો ચેક તેમજ ટ્રોફી આપવામાં આવી હતી.
વિક્રમ સારાભાઈના જીવન મુદ્દે વકતૃત્વ સ્પર્ધામાં ઇડરની શ્રેયા ગુજરાતમાં પ્રથમ સ્થાને - વકૃત્વ સ્પર્ધા
અવકાશ અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને વિશ્વ કક્ષાએ સ્થાન અપાવનારા ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દિ ઉજવાઇ રહી છે ત્યારે ગુજરાત અને ટેકનોલોજી વિભાગ તેમજ ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં ઇડરની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે બનાવતા સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જો કે, ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા નક્કી કરાયેલા વકૃત્વ સ્પર્ધાના વિષય અંતર્ગત જો વિક્રમ સારાભાઈ જીવન હોત તો આ વિષય ઉપર રજૂ થયેલા વકૃત્વ સ્પર્ધામાં ગુજરાતના કેટલાય વિદ્યાર્થીઓ ભાગીદાર બન્યા હતા પરંતુ શ્રેયા પટેલ પોતાની આગવી છટા અંતર્ગત રજૂ કરેલા વિચારોને પગલે તેને પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. જે સમગ્ર જિલ્લા માટે ગૌરવ સમાન ઘટના છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ પણ શ્રેયા પટેલને અભિનંદન પાઠવી જિલ્લા માટે ગૌરવરૂપ ઘટના ગણાવી હતી.
જો કે, ગામડાની વિદ્યાર્થીની પણ ક્યારેક અતિ આધુનિક ગણાતા અને જ્ઞાનમાં સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પણ ધરાવતા હોય છે. ઠીક આવું જ શ્રેયા પટેલના કિસ્સામાં બન્યું છે કે જે છેવાડાના ગામડાની હોવા છતાં સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ નંબર મેળવી એક નવી દિશાનું અને નવા વિચારોનું સર્જન કર્યું છે ત્યારે આગામી સમયમાં આવી સિદ્ધિ સમગ્ર જિલ્લાનું ગૌરવ બની શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.