ગુજરાત

gujarat

ETV Bharat / state

Food Poisoning in Wedding : લગ્ન માણવા આવેલા લોકો હોસ્પિટલના બન્યા મહેમાન - Sabarkantha wedding season

સાબરકાંઠાના ઇડરમાં લગ્ન પ્રસંગમાં લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા છે. હાલ લગ્ન માણવા આવેલા મહેમાનો જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને ફૂડ નિયમન તંત્ર પર પણ સવાલો ઉઠ્યા છે. (Food Poisoning Wedding Idar)

Food Poisoning in Wedding : લગ્ન માણવા આવેલા લોકો હોસ્પિટલના બન્યા મહેમાન
Food Poisoning in Wedding : લગ્ન માણવા આવેલા લોકો હોસ્પિટલના બન્યા મહેમાન

By

Published : Feb 2, 2023, 3:58 PM IST

ઇડરમાં લગ્ન પ્રસંગમાં 50 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા

સાબરકાંઠા : એક તરફ લગ્ન સિઝન ચાલી રહી છે, તો બીજી તરફ ખાનગી પેઢીઓ દ્વારા અપાતા તૈયાર ફૂડના પગલે પોઈઝનિંગની સમસ્યાઓ પણ વધવા લાગી છે, ત્યારે ગતરોજ રાત્રે સાબરકાંઠાના ઈડરમાં લગ્ન સમારંભ દરમિયાન ખાનગી પેઢી દ્વારા અપાયેલા તૈયાર ફૂડના પગલે 50થી વધારે લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા છે. જોકે હાલમાં ફૂડ પોઈઝનિંગના દર્દીઓ સારવાર હેઠળ છે.

શું છે સમગ્ર મામલો : સાબરકાંઠાના ઈડર પંથકમાં હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે તેમજ લગ્ન સિઝનના પગલે લોકો ખાણીપીણી માટે છેલ્લા કેટલાક સમયથી તૈયાર ફૂડ અપાવવાના પગલે ઓછી ગુણવત્તા ફુડ આપી રહ્યા છે, જોકે ગતરોજ ઈડરમાં લગ્ન સિઝન દરમિયાન તૈયાર ફૂડ આપનારી ખાનગી પેઢી દ્વારા બાસુંદી આપવામાં આવી હતી. અચાનક તૈયાર કરાયેલી બાસુંદીના પગલે એકસાથે 50થી વધારે લોકો માટે આ ખોરાક દુઃખનું કારણ બની હતી. અચાનક થયેલા ફૂડ પોઝિશનિંગના પગલે તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :રાજકોટમાં 16 દુકાનો પર દરોડા, 42 કિલો અખાદ્ય પદાર્થ ઝડપાયો

સ્થાનિકોમાં ભારે રોષ : જેમાં ઈડર સહિત વધુ સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાંથી હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે તેમજ અન્ય લોકોને વિવિધ ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. ઇડરમાં આવેલી ભવાની રસમલાઈ નામની ખાનગી પેઢી દ્વારા અપાયેલા આ ફૂડ અંતર્ગત પરિવારજનો સહિત પેઢી પર આક્ષેપો સાથોસાથ સ્થાનિકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો :વડોદરામાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

ફૂડ નિયમન તંત્ર ખાડે કે શું ? જોકે એક તરફ દિન પ્રતિદિન લગ્ન સિઝન દરમિયાન વિવિધ ખાનગી પેઢીઓ દ્વારા સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તો બીજી તરફ જિલ્લાનું ફૂડ નિયમન તંત્ર ખાડે ગયું છે અને આવી કોઈ ઘટના બને તો માત્ર તપાસ કરવાની વાતો કરતા હોય છે. બિલાડીના ટોપની જેમ નીકળેલા ખાનગી પેઢીઓ જિલ્લામાં ચાલી રહ્યો છે, ત્યારે આજદિન સુધી આવી પેઢીઓ ઉપર કોઈ તપાસ ન કરાતા લોકોના જીવન સાથે ચેડાં થઈ રહ્યા છે. ક્યારે આવા લોકો સામે પગલાં લેવાય તે સમયની માંગ છે. હવે જોવું એ રહે કે આ બાબત ને લઇ તંત્ર ક્યારે અને કેવા પગલાં લેવાય છે.

ABOUT THE AUTHOR

...view details