સાબરકાંઠા : જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે આદર્શ ગ્રામ યોજના (PMAGY)ની બેઠક યોજાઇ હતી. આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાબરકાંઠાના પાંચ ગામોની પસંદગી કરવામાં આવી હતી.જેમા વિકાસના કામોની કરવા અંગેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
આ યોજનાનો અમલ અનુસુચિત જાતિના લોકોના સર્વગ્રહી વિકાસ માટે કરવામાં આવશે. જે ગામોમાં 50 % વસ્તી અનુસુચિત જાતિની હોય તેવા ગામો આ યોજનામાં પસંદ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાના 5 ગામ છે. જેમાં હિંમતનગર તાલુકાના ત્રણ ગામ ભાદરડી, કુંપ અને સઢા અને ઇડર તાલુકાના બે ગામ ઇસરવાડા અને મહિવાડા ગામોનો વિકાસ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગામોમાં પીવાના પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામ્ય રસ્તા અને આવાસ, વિજળી અને સ્વચ્છ બળતણ, ખેતી, આર્થિક, ડિજીટાઇઝેશન અને લાઇવલી હુડ અને સ્કીલડેવલોપમેન્ટ જેવી બાબતો આવરી લેવામાં આવશે
સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આદર્શ ગામ તરીકે પાંચ ગામની પસંદગી - Sabarkantha news
સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગુરુવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના પાંચ ગામોની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી કરેલા પાંચ ગામોમાં પાયારૂપ સુવિધાઓ પહોંચાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે.
સાબરકાંઠા
જોકે આગામી સમયમાં પસંદગી કરેલા ગામડાઓમાં પાયારૂપ સુવિધાઓ કેટલા અંશે સફળ બની રહે છે તે જોવાનું રહેશે.