ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠનાં ખેડૂતોની પેપ્સિકો કંપની સામે કોર્ટમાં થઇ જીત, જાણો શું હતી ઘટના... - પેપ્સિકો કંપનીના બીજનું રજિસ્ટ્રેશન રદ કરાયું

ગુજરાતમાં બહુચર્ચિત થયેલ સાબરકાંઠાના વડાલીના ખેડૂતો ઉપર બટાકાનું ઉત્પાદન કરતી પેપ્સીકો કંપનીએ કરોડનો કેસ(PepsiCo company claims to farmers) કરતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાતની કોમર્શિયલ કોર્ટે પેપ્સિકો કંપનીના બીજનું રજીસ્ટ્રેશન રદ(PepsiCo Seed Registration Canceled) કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

સાબરકાંઠનાં ખેડૂતોની પેપ્સિકો કંપની સામે કોર્ટમાં થઇ જીત, જાણો શું હતી ઘટના...
સાબરકાંઠનાં ખેડૂતોની પેપ્સિકો કંપની સામે કોર્ટમાં થઇ જીત, જાણો શું હતી ઘટના...

By

Published : Dec 5, 2021, 7:30 PM IST

  • ગુજરાત કોમર્શિયલ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણયથી ખેડૂત આલમમાં ખુશી વ્યાપી
  • પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર કરોડનો કેસ કરતા ખળભળાટ મચી ગયો
  • કોર્ટે પેપ્સિકો કંપનીના બીજનું રજીસ્ટ્રેશન રદ કર્યુ

સાબરકાંઠા: અઢી વર્ષ પહેલા પેપ્સીકો નામની વિદેશી કંપનીએ બટાકાના ઉત્પાદન તેમજ ખરીદ પ્રક્રિયા મામલે સાબરકાંઠાના વડાલીના ચાર ખેડૂતો ઉપર કરોડોનો દાવો કર્યો((PepsiCo company claims to farmers) હતો. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેપ્સિકો કંપનીની શાખ ઉપર અસર થતા કંપનીએ આ દાવો પાછો ખેંચ્યો હતો. ખેડૂતોએ આ મામલે કોમર્શિયલ કોર્ટમાં રજૂઆત કરતા અઢી વર્ષની લડાઈ બાદ કોમર્શિયલ કોર્ટે કિસાનોની માંગ તેમજ કંપનીએ કરેલા ખોટા કેસની વિગતોને ધ્યાનમાં રાખી કિસાનોની તરફેણમાં ચુકાદો(farmers win in court against PepsiCo company) આપ્યો હતો જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સાબરકાંઠનાં ખેડૂતોની પેપ્સિકો કંપની સામે કોર્ટમાં થઇ જીત, જાણો શું હતી ઘટના...

કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતોની જીત થઈ

કિસાનોની પડખે સરકાર સહિત વિવિધ સંગઠનો આવ્યા હતા જેના પગલે કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતોની જીત થઈ છે. જેથી હવે બટાકા પકવનાર આ લાખો ખેડૂતો ખાનગી કંપનીની મોનોપોલી તોડવામાં સફળ રહ્યા છે જેથી હવે કોઈપણ ખેડૂત કોઈપણ કંપનીનું બીજ વાવી પણ શકશે તેમ જ અન્ય કંપનીને વેચી પણ શકશે તેમજ સંગ્રહ પણ કરી શકશે. ખેડૂતોને મળેલી જીત પહેલા કંપનીનું બીજ ઊંચા ભાવથી કિસાનોને ખરીદવા મજબૂર થવું પડતું હતું તેમ જ કંપનીને યોગ્ય લાગે તેટલો માલ જ લેવાની સાથો સાથે કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરી શકવાની છૂટ અપાતી ન હતી. ખેડૂતોને મજબૂરીમાં ખાનગી કંપનીઓ પાસે બટાકાનું બીજ ખરીદવા મજબૂર બનવું પડતું હતું જેમાંથી સાચા અર્થમાં આઝાદી મળી છે.

કોર્ટે પેપ્સિકો કંપનીના બીજનું રજીસ્ટ્રેશન રદ કર્યુ

એક તરફ ખાનગી કંપનીઓ દ્વારા ચાલી રહેલી બીજની મોનોપોલી જાળવવા માટે ખેડૂતો ઉપર કરાતા વિવિધ એગ્રીમેન્ટના પગલે ખેડૂતો મજબુર હતા તેવા સમય-સંજોગોમાં ગુજરાત સરકાર સહિત વિવિધ કિસાનોની માંગના પગલે ગુજરાત કોમર્શિયલ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણયથી ખેડૂત આલમમાં ખુશી વ્યાપી છે. એક તરફ કિસાનોને ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ રીતે હેરાનગતિ થતી હોય છે તેવા સમયે કોમર્શિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ નિર્ણય આગામી સમયમાં ખેડૂત માટે હિતકારી બનશે તે નક્કી છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં બટાકા સહિત અન્ય ખેતીપાકો માટે પણ ખાનગી કંપનીઓ કેટલી સરળ બને છે.

આ પણ વાંચો : Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી

આ પણ વાંચો : ચૂંટણી લક્ષી નિર્ણય નથી, અમુક ખેડૂતો બિલને સમજી ના શક્યા: ડો.કિરીટ સોલંકી

ABOUT THE AUTHOR

...view details