ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા પોલીસે એક વર્ષ દરમિયાન પાંચ કરોડથી વધારે દારૂ સહિત મુદ્દામાલ ઝડપ્યો - દારુ

સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોના દારૂ સાથે નો મુદ્દામાલ ઝડપી વે ઓફ વાઈનની ઓળખ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, તેમજ આગામી સમયમાં આ મામલે જરૂરી પગલાં લેવા પોલીસ કર્મચારીઓને અનુરોધ કરાયો છે.

cx
ccx

By

Published : Jan 1, 2021, 11:04 AM IST

  • છેલ્લા એક વર્ષ દરમિયાન 5 કરોડથી વધારેના મુદ્દામાલ સાથેનો દારૂ ઝડપાયો
  • વે ઓફ વાઈનની ટીલી દૂર કરવાનો પ્રયાસ
  • આગામી સમયમાં ઠોસ કાર્યવાહી કરવા અનુરોધ
  • લોકડાઉન હોવા છતાં કરોડોનો મુદ્દામાલ ઝડપાયો


    હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લા માટે વે ઓફ વાઈન તરીકેની ઓળખ હતી. જો કે છેલ્લા 11 માસમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે પાંચ કરોડથી વધારેના મુદ્દામાલ સાથેનો દારૂ ઝડપી વર્ષોથી બદનામ નામને સુધારવાનો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા 11 માસમાં વિવિધ ચેકપોસ્ટ ઉપરથી 5 કરોડથી વધારેના મુદ્દામાલ સાથેનું દારૂ તેમજ વાહનો ઝડપાયા છે. જોકે હાલમાં સાબરકાંઠા જિલ્લામાં વિવિધ દસ જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ આગામી સમયમાં હજુ પણ વધારે સતર્કતા રખાઈ રહી છે.

    11 માસમાં કરોડનો દારૂ ઝડપાયો

    સાબરકાંઠા જિલ્લા પોલીસે 1 જાન્યુઆરી 2020 થી 31 નવેમ્બર સુધી વિવિધ ચેકપોસ્ટ સહિત બાતમીદારો સાથે તાલમેલ પર આવી 1 કરોડ 35 લાખથી વધારીને વિદેશી દારૂ ઝડપાયો છે. સાથે સાથે ત્રણ કરોડ 30 લાખ વધારે કિંમતના દારૂની હેરાફેરી કરનારા વાહનો પણ ઝડપી લેવાયા છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ 15 લાખથી વધારેનો દેશી દારૂ ઝડપાયો છે. સૌથી મોટી બાબત એ છે કે મોટાભાગનો દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં ટાળવાનો પ્રયાસ કરવા જતા રંગેહાથ ઝડપાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં રાજસ્થાનથી દારૂ પસાર કરવા માટે અરવલ્લી સાબરકાંઠાની ચેકપોસ્ટ સૌથી સરળ રસ્તો છે. તેવા સમયે છેલ્લા 11 માસમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે તકેદારીના ભાગ સ્વરૂપ તેમજ ગુજરાતના યુવાધનને બરબાદ થતો અટકાવવા માટેની પ્રાથમિક ફરજ સમજી લોકોના જીવન સાથે રમતી રમત ની દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

    સાબરકાંઠા જિલ્લાને વે ઓફ વાઈન ગણવામાં આવતો

    સાબરકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. તેમજ વિવિધ દસ જેટલી ચેકપોસ્ટ રાજસ્થાન તેમજ ગુજરાતને જોડનારી સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. જેના પગલે દેશી તેમજ વિદેશી દારૂની હેરાફેરી માટેનો સૌથી સરળ રસ્તો બની રહ્યો હતો. જેના પગલે ભૂતકાળમાં સાબરકાંઠા જિલ્લાને વે ઓફ વાઈન નામ આપવામાં આવ્યું હતું. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા 11 માસમાં કરેલા પ્રયાસના ભાગરૂપે વિવિધ 10 ચેકપોસ્ટ તેમજ બાતમીદારોને બાતમી અને સ્થાનિક પોલીસની સતર્કતાને પગલે કરોડનો દારૂ ઝડપી લેવામાં આવે છે. તેમજ હાલમાં પણ આ મામલે કેટલાય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.

2020માં લોકડાઉન હોવા છતાં કરોડનો દારૂ ઝડપાયો

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે ભારતમાં તેમજ ગુજરાતમાં પણ ગત માર્ચ મહિનાથી લોકડાઉન અમલી બનાવાયો છે. આ સાથે રાજસ્થાનમાં પણ લોકડાઉન હોવા છતાં ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે દારૂની ખેપ કરવા જતા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ બાબતે સતર્કતા રાખવા જતા એક વર્ષમાં 5 કરોડથી વધારેની રકમનો વિદેશી દારૂ સહિત વાહનો ઝડપી લેવાયા છે. તેમજ આ મામલે વિવિધ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે કોરોના મહામારી હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે, ત્યારે ગુજરાતમાં નજર અપાયેલો કેટલો દારૂ આવ્યો હશે તેનો આંકડો મેળવવો પણ મહત્વનું બની રહે છે. એક તરફ યુવાધનને બરબાદ કરવા માટે પાયારૂપ ગણાતી આ ઘટના આગામી સમયમાં જરૂરી હોવા છતાં ગુજરાતના અન્ય જીલ્લાઓ પણ સાબરકાંઠા પોલીસનું અનુસરણ કરે તો બરબાદ થતા યુવાધનને રોકી શકાય તેમ છે.

જોકે આ મામલે ગુજરાતના અન્ય જીલ્લાઓ સાબરકાંઠા જિલ્લા પોલીસ કરેલી કામગીરી અનુસાર કેટલું અને કેવું અનુસરણ કરે છે તે પણ ઉલ્લેખનીય રહેશે.

ABOUT THE AUTHOR

...view details