ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી પ્રાર્થના કરી - Sabarkantha district police chief prays for worship

સાબરકાંઠાઃ ભાદરવી પૂનમ  નિમિત્તે ખેડાબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જિલ્લા પોલીસવડા એસ.પી ચૈતન્ય માંડલિક પણ પરિવાર સાથે મા જંગદબાને ધજા અર્પણ કરી હતી, અને ભાદરવી પૂનમ સુખરૂપ પૂર્ણ થતાં સાબરકાંઠા જિલ્લામાં તમામના સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી પ્રાર્થના કરી

By

Published : Sep 14, 2019, 11:29 PM IST

ભાદરવી પૂનમનો અનોખો મહિમા જોવા મળે છે. આ દિવસે ભક્તો મા અંબાને રીઝવવા માટે પૂજાપાઠ કરે છે. તેમજ અંબાજી માડીના દર્શનાર્થે જાય છે.

ખેડબ્રહ્મા માઈ મંદિરે અત્યાર સુધી 8 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. 430 સંઘ દ્વારા માતાજીએ રાત્રિ રોકાણ કરીને 130 કિલો ઘીની પ્રસાદી વહેંચી હતી.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી પ્રાર્થના કરી

જિલ્લા SP ચૈતન્ય માંડલિકે પરિવાર સહિત માતાજીના દર્શન કરી 108 ગજની ધજા ચડાવી હતી. માતાજીના ચાચર ચોકમાં SRP બેન્ડ દ્વારા માતાજીની આરતીની ધૂન વગાડી સમગ્ર મંદિરમાં ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details