ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ વર્ષની આખરી સંકલન બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ શનિવારે વર્ષની અંતિમ સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં છેલ્લાં એક વર્ષમાં વિવિધ સૂચનો અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા પણ રજૂ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયના લક્ષ પણ નિર્ધારિત કર્યા છે.

સાબરકાંઠા
sabarkantha

By

Published : Dec 19, 2020, 7:46 PM IST

  • સાબરકાંઠા જિલ્લામાં અંતિમ સંકલન બેઠક યોજાઇ
  • જિલ્લાના તમામ અધિકારીઓ, સાંસદ સહિત ધારાસભ્યો રહ્યા હાજર
  • જિલ્લાવાસીઓની સમસ્યા મામલે સમીક્ષા કરાઇ

સાબરકાંઠા :જિલ્લા કલેકટર કચેરીએ શનિવારના રોજ વર્ષ 2020 ની અંતિમ સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના ધારાસભ્યો, સાંસદ તેમજ મોટા ભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યાં છેલ્લાં એક વર્ષ દરમિયાન વિવિધ મામલે થયેલી ફરિયાદો પ્રશ્નો ઉપર થયેલી કામગીરી અને ઉકેલની સાથોસાથ આગામી વર્ષમાં જિલ્લાવાસીઓની સમસ્યાઓમાં લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા. જોકે, એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ છેવાડાના ગામ સુધી પહોંચવામાં વહીવટી તંત્ર પણ ક્યાંક અધૂરું રહ્યું હોય તેવી બાબતો સંકલન બેઠકમાં સામે આવી હતી.

સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ વર્ષની આખરી સંકલન બેઠક યોજાઇ
2020 ની અંતિમ સંકલન સમિતિ યોજાઇ


રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં પ્રતિમાસ મોટાભાગે ત્રીજા શનિવારે જિલ્લા સંકલન બેઠક યોજાઇ છે. જે અંતર્ગત જિલ્લાના સ્થાનિક લોકો, નેતાઓ અને પદાધિકારીઓ સહિત અધિકારીઓ વચ્ચે યોજાતી આ બેઠકમાં વિવિધ મામલે થયેલી સમસ્યાઓ અને પ્રશ્નોને સંકલન બેઠકમાં રજૂ કરી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા નિકાલ કરાતો હોય છે. આ સાથે અધિકારીઓને પદાધિકારીઓ વચ્ચે સાહિત્ય સ્થાપી આવેલી તમામ સમસ્યાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 2020ની અંતિમ સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યો સાંસદ સહિત મોટાભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આગામી સમયના લક્ષ કરાયા નિર્ધારિત

વર્તમાન સમય સંજોગ કે, એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. તેવા સમયે સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી સંકલન બેઠકમાં આગામી સમયમાં કોરોના મહામારીમાં વ્યક્તિને પડી રહેલી સમસ્યાઓનુ નિરાકરણ લાવવું જરૂરી હોવાના સંકેત સાથે શનિવારે યોજાયેલી સંકલન બેઠકમાં આગામી સમયમાં કોઈપણ સમસ્યા ન સર્જાય તે બાબતો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી રાજ્ય સરકારના વહીવટી તંત્ર સહિત પદાધિકારીઓને પણ કોઈપણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રના જે તે અધિકારી સમક્ષ રજૂ કરવા જણાવાયું છે.

કુદરતી આપત્તિમાં કિસાનો માટે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નહીં

અંતિમ સંકલન સમિતિમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે કોઈપણ સમસ્યાના મામલે ગહનતા પૂર્વક ચર્ચા વિચારણા કરાઈ હતી. તેમજ આ વર્ષે રજૂ થયેલી સમસ્યાઓ આવતા વર્ષે ન સર્જાય તે માટે પણ ખાસ ધ્યાન દોરાયું હતું. જોકે, સમગ્ર વર્ષ દરમિયાન રજૂ થયેલી મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વહીવટી તંત્ર સહિત અધિકારીઓ જાગૃત બનતા હોય છે. ત્યારે કુદરતી આપત્તિમાં કિસાનો માટે હજુ સુધી કોઇ ઠોસ કાર્યવાહી થઈ શકી નથી. તે મામલે સવાલો હજુ યથાવત્ રહ્યા છે. જોકે, આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં સંકલન બેઠકમાં રજૂ થયેલા તમામ મુદ્દાઓ અને સમસ્યાઓનો જલ્દી નિરાકરણ આવે તે જરૂરી છે. ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ છેવાડાના માનવીની સમસ્યા પ્રત્યે કેટલા જાગૃત બને છે.

ABOUT THE AUTHOR

...view details