ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લઇ અને લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ તરવા તેમ જ ટોલ ફ્રી નંબર 1921 પર આરોગ્ય વિષયક માહિતી મેળવવા સુચનો કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી

By

Published : May 25, 2020, 7:54 PM IST

સાબરકાંઠાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કાંકરોલ, અડપોદરા અને જોડ મહેરૂ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત કરી લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ ટોલ ફ્રી નંબર 1921 પર આરોગ્ય વિષયક માહિતી મેળવવા અનુરોધ કર્યો છે.

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલે હિંમતનગરના તાલુકાના કાંકરોલ, અડપોદરા અને જોડ મહેરૂ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

હિંમતનગરના તાલુકાના કાંકરોલ, અડપોદરા અને જોડ મહેરૂ કોરોનાના કેસ સામે આવતા આ ગામ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. આ વિસ્તારોની જિલ્લા સમાહર્તા સી.જે. પટેલે મુલાકાત કરી હતી. તેમજ નાગરીકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી તેમજ આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગના હાઉસ ટુ હાઉસ સરવેમાં સહકાર આપવા અપીલ કરી હતી.

તેમજ આ વિસ્તારોમાં બિન જરૂરી અવર-જવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોરોના સંક્ર્મણના ફેલાવો રોકવા કરવામાં આવતી પ્રવૃતિઓ,ઉકાળા વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રીવ્યુ કર્યો હતો.તેમજ આ કન્ટેઇનમેન્ટ ઝોનના અવર-જવર રજીસ્ટરને ચેક કર્યું હતું.

વધુમાં જિલ્લા સમાહર્તા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા તેમજ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દિન-ચર્યા અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જે લોકો સ્માર્ટ ફોન નથી વાપરતા તે લોકોએ ટોલ ફ્રી 1921 પર મીસ કોલ કરી આરોગ્ય વિષયક માહિતી મેળવવા માર્ગદર્શન આપ્યું હતું.

આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર સી.જે. પટેલે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશિયલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.

જોકે કોરોના વાઇરસ સામે હજુ પણ સ્થાનિક લોકોને જાગૃત કરવાની જરૂરિયાત છે, ત્યારે તંત્ર દ્વારા આ દિશામાં પણ પગરવ થાય તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details