સાબરકાંઠાઃ જિલ્લા સબજેલ ખાતે આજે સિવિલના પ્રથમ હરોળના ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના વાઈરસ સામે કરેલી કામગીરી બિરદાવવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા સિવિલ ડોકટરોને સબ જેલ દ્વારા સન્માનિત કરાયા સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે, ત્યારે કોરોના સામે લડી રહેલા પ્રથમ હરોળના યોધ્ધાઓનુ એવા ડોક્ટરો અને આરોગ્ય કર્મિઓનું ઠેર-ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે કેદીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા ડોક્ટરોનુ પુષ્પ વર્ષા કરી સન્માનિત કરાયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણનો ફેલાવો ના થાય તે માટે દર્દીઓની દિવસ-રાત સારવાર કરતા આ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓને હિંમતનગર સબ જેલ ખાતે પુષ્પ વર્ષાથી સન્માનિત કરાયા હતા. હિંમતનગર જેલના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી રહેલા હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો. એન.એમ.શાહે કોરોના અંતર્ગત જેલમાં લેવામાં આવેલા તકેદારીનુ નિરિક્ષણ કર્યું હતું. આ સમયે દરેક કેદીઓના મેડિકલ સ્ક્રિનિંગ, જેલના કર્મચારીઓનુ રોજેરોજનું સ્ક્રિનિંગ, કેદીઓને પૂરા પાડવામાં આવેલા માસ્ક, આર્સેનિક દવા, આયુર્વેદિક ઉકાળા, જેલની કોરેન્ટાઇન બેરેક, આઇસોલેશન વોર્ડ જેલની સાફસફાઇ તેમજ કેદીઓને આપવામાં આવેલ સાબુ જેવી બાબતોનુ નિરિક્ષણ કરી જેલ પ્રશાસનની કામગીરી બિરદાવી જેલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત ડો.વર્મા, ડો. સિદ્દિકિ, ડો.એ.આર. રાજપુરા અને અન્ય આરોગ્યકર્મીઓનુ જેલ ઇન. અધિક્ષક પી.જે. ચાવડા જેલ સ્ટાફ અને કેદીઓ દ્રારા પુષ્પ વર્ષા કરી સન્માનિત કરાયા હતા.
જો કે, જિલ્લા સિવિલ સર્જન દ્વારા સબ જેલના તમામ કેદી કોરોના વાઈરસ સામે સંરક્ષિત કરવાની સાથે સાથે આગામી સમયમાં કોરોના વાઈરસ સામે ટકી રહેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.