ગુજરાત

gujarat

ETV Bharat / state

Sabarkantha News: પ્રથમ વરસાદમાં જ ધરોઈડેમ છલોછલ, ખેડૂતોનું 'મન મોર બની થનાગટ કરે' - Sabarkantha News

સાબરકાંઠા સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજાની પહેલી બેંટીગ શાનદાર રહી હતી. જે બાદ અનેક વિસ્તારમાં પાણીના સ્તર વધ્યા છે. નદીઓમાં નવા નીરની આવક થઇ છે. સાબરકાંઠામાં પણ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઇ ગયા છે. બીજી બાજૂ ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે હજુ પણ વરસાદ જોઇએ એ પ્રમાણે આવતો રહે તો આખું વર્ષ સરસ જાય.

Sabarkantha News: પ્રથમ વરસાદમાં જ ધરોઈ ડેમ છલોછલ, ખેડૂતોના હૈયામાં હેત સમાયો
Sabarkantha News: પ્રથમ વરસાદમાં જ ધરોઈ ડેમ છલોછલ, ખેડૂતોના હૈયામાં હેત સમાયો

By

Published : Jul 13, 2023, 11:31 AM IST

પ્રથમ વરસાદમાં જ ધરોઈ ડેમ છલોછલ, ખેડૂતોના હૈયામાં હેત સમાયો

સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાત માટે પીવાના તેમજ સિંચાઈના પાણી માટેની એકમાત્ર આધાર સ્તંભ ગણાતી યોજના ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 68% સુધી પહોંચતા સ્થાનિકો માટે ખુશીનો માહોલ સર્જાયો છે.સાબરમતી નદી રાજસ્થાન ના ઉદેપુર થી શરૂ થઈ સાબરકાંઠાના વડાલી પાસે આવેલા ધરોઈ જરાસયમાં વિલય થાય છે. જોકે ધરોઈ જરાય છે. જેને પગલે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા સહિત 29 મોટા શહેરો અને 800 ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે પાયારૂપ સુવિધા પૂરી પાડે છે.

ખેડૂતોમાં ખુશીઃ હાલમાં પ્રથમ વરસાદે જ ધરોઈ જળાશયની સપાટી 68% એ પહોંચતા આગામી બે વર્ષ સુધી પીવાના પાણી સહિત સિંચાઈની સુવિધા માટે ઉત્તર ગુજરાતને નિશ્ચિત થવાનો વારો આવ્યો છે. તેમજ સ્થાનિક કક્ષાએ જળ સપાટીમાં પણ વ્યાપક વધારો થતા ખેડૂત આલમમાં ખુશીનો માહોલ સર્જાયો છે. કારણ કે, હવે સિંચાઈ માટે કે પાકને વધારાનું પાણી દેવા માટે લાંબા થવું નહીં પડે. તળમાં પાણી આવતા પાકને સારૂ પાણી પણ મળે છે.

લોકોમાં ખુશીનો માહોલ:રાજસ્થાન તેમજ ગુજરાતની સરહદ ઉપર બનાવવામાં આવેલા ધરોઇ જરાશે ના પગલે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા હલ થઇ શકી છે. જોકે આ વખતે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સાબરમતી નદીમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસમાં ધરોઈ જરાશયમાં જળ સપાટીમાં વ્યાપક વધારો થયો છે. જોકે એક તરફ હરણાવ સાબરમતી સહિતની નદીઓ માં ભારે પુર આવતા ધરોઈ જળાશયની સપાટી હાલમાં 68% એ પહોંચી છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

"ધરોઈ ડેમ ખાતે પાણી ની જે જળ સપાટી છે તે 613 ફૂટ નોંધાયેલ છે જેના કારણે ડેમની અંદર હાલ સંગ્રહ શક્તિ ખરી એ 19500 MCFT નોંધાયેલી છે. હાલમાં જે પાણી આવક છે તે 4000 ક્યુસેક છે. જેના થકી ડેમમાં 68% જથ્થો હાલ ઉપર આવેલ છે. આવનાર સમયની અંદર જો આમનેઆમ પાણી ની આવરો શરૂ રહેશે તો ડેમ ની જળ સપાટી માં ઉતરોત્તર વધારો થવાની શક્યતાઓ રહેલી છે"-- એસ. જે. રાવોલ (ધરોઈ ડેમ અધિકારી)

ભૂગર્ભ જળ સપાટીના સ્તર: જોકે ધરોઇ જળાશય યોજના આગામી સમયમાં પૂર્ણ સપાટીએ પહોંચશે તો બિનપ્રતિદિન ઘટતા જતા ભૂગર્ભ જળ સપાટીના સ્તર સુધરશે તે નક્કી બાબત છે. ત્યારે જોવું એ રહે છે કે પ્રથમ વરસાદે જ 68% સુધી જળ સપાટી ધરાવનાર ધરોઈ જળાશય આગામી સમયમાં ક્યારેય પૂર્ણ સપાટીએ છલકાય છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધરોઈ જળાશયમાં 68% સુધી પહોંચતા સ્થાનિકો માટે ખુશી કહી શકાય. આવનારા સમયમાં ખેડૂતોને કોઇ પાણીની સમસ્યા નહીં રહે તે વાત પાક્કી છે.

  1. Sabarkantha News: સાબરકાંઠા બન્યું મીની કાશ્મીર, લુપ્ત થયેલા ઝરણાને મળ્યું નવજીવન
  2. Rajkot News: રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો 70 ટકા ભરાયા, પાણીની સમસ્યા હલ

ABOUT THE AUTHOR

...view details