નવા વર્ષને પગલે ખેડૂતોમાં ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સાબરકાંઠાના ઇડર, વડાલી, હિંમતનગર સહિતના વિસ્તારોમાં બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થયું હતું. હાલમાં વરસાદી છાંટણાં શરૂ થવાની પગલે મગફળી પકવનાર ખેડૂતોને તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઇ હતી. આ વર્ષે સમગ્ર જિલ્લા સહિત ગુજરાતમાં વ્યાપક વરસાદને પગલે મગફળીના પાક વાળા ખેડૂતો માટે સારા પાકની આશા રખાઇ હતી. મગફળીનો તૈયાર થયેલો પાક લેવાનો સમય છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતો માટે આફત સર્જાય તેઓ માહોલ બન્યો હતો. જેના પગલે ખેડૂતોને કરોડોનું નુકસાન થઇ શકે છે.
સાબરકાંઠામાં વરસાદી માહોલના દ્રશ્યો, મગફળીના પાકને નુકસાનની ભીતિ - groundnut news
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી હિંમતનગર સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદી મહોલ સર્જાયો હતો. વરસાદની ઝરમર થવાના પગલે મગફળીના પાક વાળા ખેડૂતો માટે આફતરૂપ બની હતી. નવા વર્ષના દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો.

SBR
સાબરકાંઠામાં વરસાદી માહોલ સર્જાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરીયાકિનારે સર્જાય લો-પ્રેશરના પગલે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.લ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. જિલ્લામાં વરસાદી માહોલ સર્જાય તો 57 હજાર હેક્ટરમાં મગફળીના પાકમાં ખતરો પેદા થઇ શકે છે. ખાસ કરીને ખેડૂતોને આ મુદ્દે રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે.