માતાનો દિકરીના પ્રેમી તીક્ષણ હથિયાર વડે હિચકારો હુમલો સાબરકાંઠા:ઈડર તાલુકાનાં સુરપુર ગામે રહેતાં યુવક પર યુવતીની માતાએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. યુવતીના પ્રેમી યુવકનાં ધરે પહોચી યુવકીની માતાએ ધોળા દિવસે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હત્યાનો આશય ?ઈડર તાલુકાના સુરપુર ગામમાં બનેલ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સુરપુર ગામ ખાતેનાં એક મકાનમાં રહી છૂટક મજુરી કરતો યુવક ઈડર ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબધમાં હતો. યુવતી યુવક સાથે લગ્ન કરવાની ઈરછા વ્યક્ત કરતા યુવતીનો પરિવાર યુવકના ઘરે પહોચ્યો હતો. બપોરના સમયે યુવક પોતાનાં મકાનમાં સૂતો હતો. તે દરમીયાન પ્રેમિકા યુવતીની માતા તેમજ અન્ય ઈસમ યુવકના ઘરે પહોચી ગયા હતા. ગાળો-બોલી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતા. આજુબાજુ રહેતાં રહીશોએ ઉશ્કેરાયેલા પ્રેમિકાની માતા તેમજ અન્ય ઈસમને શાંત પાડવાની મથામણ કરી હતી.
હિચકારો હુમલો: જોકે યુવતીની માતા પ્રેમમાં પાગલ યુવકને કાવતરું રચી હત્યા કરવાના ઈરાદે આવી હોય તેમ હતું. યુવતીની માતા તેમજ અન્ય ઈસમે સ્થાનીક લોકોને પોતાના વિશ્વાસમાં લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ કરી મકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કર્યો હતો. બંને આરોપીઓએ યુવકના ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો છે. જેમાં બનાવ અનુસંધાને 743/23 IPC કલમ 307 નો ગુન્હો રજીસ્ટર થયેલો છે. જેમાં ફરિયાદીની પ્રેમિકા સાથે લગ્ન બાબતની ચર્ચા ઘરમાં ચાલતી હતી. બન્ને પક્ષોમાં થોડાઘણા સમજૂતી અણસમજૂતીના પ્રશ્નોના કારણોસર થોડો અણબનાવ થયો હતો. આરોપીઓ સુરપુર ફરિયાદીના ઘરે આ બાબતની ચર્ચા કરવા ગયા હતા. ઉશ્કેરાટમાં ચર્ચા દરમિયાન સામસામે બોલાચાલી થતા આરોપીઓએ ફરિયાદીના ગળાના ભાગે છરી જેવા જીવલેણ હથિયારથી ઘા કરેલા છે. હાલમાં ભોગ બનનાર ભાનમાં છે. તે હિમતનગર સારવાર હેઠળ છે અને પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરેલી છે. આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.--- પી.એમ.ચૌધરી (PI ઈડર)
આરોપીઓની ધરપકડ: મહિલા આરોપી અન્ય શખ્સ સાથે ઘટના સ્થળેથી પલાયન થવામાં સફળ રહ્યા હતા. ત્યારે મકાનમાં ઘાયલ પડેલ યુવાનને સ્થાનીક રહીશોએ સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે યુવકમને હિમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદ આધારિત ઈડર પોલીસે કલમ ૩૦૭ મુજબનો ગુનો દાખલ કરી આ મામલે વઘુ તપાસ હાથ ધરી છે.
- Sabarkantha Crime: બાળકોને ઘરે મૂકવા જતાં પોલીસકર્મી પર જીવલેણ હુમલો, આરોપીઓ જેલભેગા
- Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ