સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ભોગ બની ચૂક્યા છે, ત્યારે સાબરકાંઠા સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ જાહેરનામાં અંતર્ગત લોક ડાઉન અંતર્ગત કેટલીક બાબતો ઉપર ચુસ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સાબરકાંઠા કલેક્ટરનું નિવેદન, લોકડાઉનનો ચુસ્ત અમલ નહીં, થશે કાયદેસરની કાર્યવાહી - covid-19 in gujarat
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઠોસ નિર્ણય લેવામાં આવ્યા છે. જોકે હજુ કેટલીક જગ્યાઓએ આ નિયમોનું પાલન ન થતું હોવાની વાત સામે આવતા જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે કે, લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે આગામી સમયમાં જરૂર પડે વધુ સખત પગલાં લેવાશે.
સાબરકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાઓએ આ પ્રતિબંધનો અમલ ન થતો હોવાની વાત સામે આવતા બુધવારે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, આગામી સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ માટેના સમયમાં ફેરફાર કરાયો છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા જાહેરનામાં અંતર્ગત સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આવશ્યક ચીજ-વસ્તુઓ માટે કોઈપણ પ્રકારનું પ્રતિબંધ નથી, પરંતુ બિન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સામે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં સખત પગલાં લેવામાં આવશે તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે બુધવારે આપેલા નિવેદનની અસર આગામી સમયમાં કેટલી અને કેવી થાય છે તે જોવાનું રહેશે.