સાબરકાંઠા: જિલ્લા કલેકટર સી.જે. પટેલે તલોદ અને પ્રાંતિજ તાલુકાના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે છે. તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તલોદ તાલુકાના સવાપુર, મહિયલ ગામ અને તલોદ શહેરની રોયલ પાર્ક સોસાયટી તેમજ પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી, મૌછા ગામ તથા પ્રાંતિજ શહેરના તપોધન વાસમાં કોરોનાના કેસ સામે આવતા આ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. આ વિસ્તારોની જિલ્લા કલેકટર સી.જે. પટેલે મુલાકાત કરી હતી.તેમજ નાગરીકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી, તેમજ આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગના હોમ ટુ હોમ સર્વેમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી.