હિંમતનગર:સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલે ઇડર તાલુકાના દાવડ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકત કરી કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી હતી. તેમણે આ દરમિયાન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ઇડરના કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી - સાબરકાંઠામાં કોરોનાના કેસ
સાબરકાંઠાના ઇડરના દાવડ ગામે કન્ટેઈન્મેન્ટ વિસ્તારની જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી .તેમજ સ્થાનિકો સહીત વિવિધ અધિકારીઓને સૂચના આપી તેમણે લોકોને જાગૃત કરવાની વાત કરી હતી. તો આ સાથે જ કોરોનાને અટકાવવા તેમજ સાવચેતીના પગલાની જાણકારી આપી હતી.

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ઇડરના કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી
જો કે દિન પ્રતિદિન સમગ્ર ભારત,ગુજરાત સહિત સાબરકાંઠામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે, ત્યારે હવે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા પ્રયાસ થઇ રહ્યો છે. જે કોરોના મહામારી સામે મહત્વનું પગલું સાબિત થઇ શકે છે.