ગુજરાત

gujarat

ETV Bharat / state

Sabarkantha Bike Theft: દિવસમાં ચારથી પાંચ બાઇક ચોરતા, માસ્ટર કીની વાત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં - Sabarkantha Bike

જુદા જુદા રાજ્યોમાંથી બાઈક ચોરીને લીલા લહેર કરતી ગેંગને સાબરકાંઠા જિલ્લા પોલીસે પકડી પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે પોશીના તાલુકાના પનારી નદી પાસે પલ્સર બાઈક ઉપર ત્રણ યુવકોની અટકાયત કરતા જે કબુલાત સામે આવી છે, એ સાંભળીને પોલીસના પગ નીચેથી પણ જમીન નીકળી ગઈ. આ ભેજાબાજ ઘરની બહાર પાર્ક કરેલી બાઈકની રેકી કરીને ચોરી જતા હતા. એક કે બે નહીં પણ 15 બાઈક ચોરી કર્યાની કબૂલાત આ ટુકડી એ  કરી હતી. એક સાથે ત્રણથી ચાર જેટલી બાઇકની ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા.

27 મોટરસાયકલો રિકવર કરી 9 લાખથી વધુ નો મુદ્દા માલ સાથે ત્રણ આરોપી ઝડપાયા
27 મોટરસાયકલો રિકવર કરી 9 લાખથી વધુ નો મુદ્દા માલ સાથે ત્રણ આરોપી ઝડપાયા

By

Published : May 3, 2023, 12:00 PM IST

દિવસમાં ચારથી પાંચ બાઇક ચોરતા

સાબરકાંઠા:ગુજરાત હવે ક્રાઇમ કેપિટલ બની ગયું છે. સતત ચોરી થી લઇને ગુનાઓના કેસ વધી રહ્યા છે. આંતર રાજ્ય બાઈક ચોરી કરનાર ગેંગ પોલીસના હાથે આવી છે. પોલીસ સામે ત્રણેય આરોપીએ વધુ 15 બાઈકની ચોરીની કબૂલાત કરી છે. ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા. પરંતુ પોલીસે ત્રણેય ચોરને દબોચી લીધા છે.

આ પણ વાંચો Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું

ચોરી કરી રાજસ્થાન:છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા તેમજ પાટણ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બાઇક ચોરીનું પ્રમાણ અતિશય વધ્યું હતું, જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસ તેમજ પોશીના પોલીસે બાતમીના આધારે પોશીના તાલુકાના પનારી નદી પાસે પલ્સર બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા, તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા પોલીસ ના પગ તળેથી જમીન ખસી જાય તેવી કબૂલાત આ ત્રણ યુવકોએ કરી હતી. જેમાં ત્રણેય યુવકો સહિત અન્ય સાત જેટલા સભ્ય ધરાવનારી ગેંગ એસટી બસ મારફતે રાજસ્થાન થી નજીકના કોઈપણ તાલુકા મથક ઉપર જતા હતા. તેઓ આખો દિવસ રેકી કરી શહેરના બહારના હિસ્સામાં રહેતી બાઈકની જાણકારી મેળવી ચોરીને અંજામ આપતા હતા. સાથોસાથ એક જ શહેરમાં એક સાથે ત્રણથી ચાર જેટલી બાઇકની ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા.

આ પણ વાંચો Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું
ચોરીમાં માસ્ટર કી:જોકે બાઈક ચોરી માટે નવી અસ્તિત્વમાં આવેલી આ ગેંગ બાઈક ચોરીમાં પણ માસ્ટર કી થકી કોઈ પણ બાઈકનું લોક તોડતા હતા. તેમજ જૂની કોઈ બાઈક હોય તો તેનું લોક પણ ટેકનીકથી તોડી અડધી રાત્રે રાજસ્થાન તરફ ભાગવામાં સફળ રહેતા હતા. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસના હાથે ઝડપાતા આ ત્રણેય આરોપીએ વધુ 15 બાઈકની ચોરીની કબૂલાત કરી છે. તેમજ અન્ય સાત આરોપી પણ આ ગેંગમાં સંકળાયેલી હોવાની વિગતો મેળવવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે.

એલસીબી પોલીસને સફળતા:જોકે એક તરફ બાઈક ચોરીની આંતરરાષ્ટ્રીય ઝડપી લેવામાં સાબરકાંઠા એલસીબી પોલીસને સફળતા મળી છે. ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ આ મામલે પણ ભૂમિકા ભજવે તેવી સ્થાનિક માંગ કરી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે આ મામલે આગામી સમયમાં જિલ્લા પોલીસ સ્થાનીએ પ્રજાજનોને કેટલી રાહત અપાવે છે.

ABOUT THE AUTHOR

...view details