- સાબરકાંઠામાં કોરોના સંક્રમણ ઘટ્યું
- જિલ્લામાં છેલ્લાં એક માસમાં કોરોનાના પગલે બે જ મોત
- વહીવટીતંત્ર સહિત સ્થાનિકો બન્યાં જાગૃત
- આગામી સમયમાં સાવચેતી એ જ સલામતી બનશે
સાબરકાંઠાઃ કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વમાં દિન-પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે તેમ જ મોતના આંકડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જો કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોના સંક્રમણ વધવા છતાં મોતના આંકડાઓ ઘટી રહ્યા છે. ગત એક માસમાં કોરોના સંક્રમણને પગલે માત્ર 2 વ્યક્તિઓના મોત થયાં છે. હાલ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના પગલે મૃત્યુના આંકડાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો તેમજ સ્થાનિક લોકોની જાગૃતતા પણ વધારો થયો છે.
જિલ્લામાં કોરોના સંક્રમણની અસર
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની શરૂઆતના તબક્કે ખૂબ ઓછી અસર હતી. જો કે, ગત ચાર માસની અંદર સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. જેના પગલે 17 સૌથી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા હતા. જિલ્લાની હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઇ ચૂકી હતી. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક લોકો તેમજ વહીવટી તંત્રના પ્રયાસના પગલે કોરોના સંક્રમણ કાબૂમાં આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત બે માસથી સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના પગલે માત્ર 2 જ વ્યક્તિના મોત થયાં છે. જો કે, જિલ્લામાં કોરોના પોઝિટિવ આવ્યાં ત્યાં સુધીમાં 14થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલમાં 80થી વધારે લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.