સાબરકાંઠા: લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ તંત્ર 24 કલાક ખડે પગે રહીને પોતાના સ્વસ્થ્યની ચિંતા કર્યા વિના નાગરીકો માટે ફરજ બજાવી રહ્યા છે. જે દેશના ફ્રન્ટ લાઇન કોરોના યોધ્ધા છે.આ યોધ્ધાઓ ઉનાળાની 42 ડીગ્રી ગરમીમાં રોડ રસ્તાઓ પર ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.
ઇડર પોલીસ કર્મચારીની દરિયાદિલી, એક માસનો પગાર રાહત ફંડમાં કરાવ્યો જમા
સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઇ લડી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી દ્રારા લોકડાઉન સહિત રાષ્ટ્ર માટે આર્થિક રીતે આગળ આવવાની અપીલ કરી છે. જેમાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ દિપકભાઇએ પોતાનો એક મહિનાનો પગાર કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો.
ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ કોરોના યોધ્ધા એ.એસ.આઇ દીપકકુમાર ગોવાભાઇએ મુખ્યમંત્રી સહાયની અપીલને પગલે પોતાનો એક માસનો પગાર રૂપિયા 25093નો ચેક મુખ્ય મંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો. દિપકભાઇએ જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકને મળી પોતાના વેતનનો આ ચેક રાહત ફંડમાં જમા કરાવવા અર્પણ કર્યો હતો.
કોરોના વોરિયર દ્રારા કરવામાં આવેલી આર્થિક સહાય ફૂલ નહી પરંતુ ફૂલની પાખડી સમાન છે. જોકે પોતાના એક મહિનાના પરીશ્રમથી મેળવેલા પગાર પોતાના પરિવારનું ભરણ-પોષણને બદલે દેશ સેવા માટે અર્પણ કરતા જિલ્લા પોલીસ વડા અને સાથી પોલીસ કર્મિઓ દ્રારા આ પહેલને બીરદાવવામાં આવી હતી.