ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટ રૂપિયા ૨૦ નો કર્યો વધારો - Sabarderi milk price by Rs 20 per kg

સાબરકાંઠા: સમગ્ર જિલ્લો તથા અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીએ મંગળવારના રોજ ગાય તેમજ ભેંસના દૂધમાં પ્રતિકિલોએ ફેટ રુપિયા 20નો વધારો કરતા જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જો કે, સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મંદી ચાલી રહી છે, ત્યારે દૂધ અને દૂધની બનાવટોમાં તેજી યથાવત જ છે.

ETV BHARAT SABAR

By

Published : Sep 18, 2019, 7:13 PM IST

Updated : Sep 18, 2019, 9:16 PM IST

સાબરકાંઠા તેમજ અરવલ્લીના પશુપાલકો માટે સાબર ડેરી એક આધારશિલા છે. જો કે, એક તરફ મંદીના માહોલ વચ્ચે સાબર ડેરી દ્વારા ગાય તેમજ ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરતાં સમગ્ર પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. એક તરફ વિશ્વ મંદીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે દૂધ તેમજ દૂધ પેદાશોમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે. જેના પગલે દૂધના પડતર ભાવમાં વધારો થયો હતો.

સાબર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટ રૂપિયા ૨૦ નો કર્યો વધારો

છેલ્લા આઠ માસમાં સતત ચાર વખત દૂધના ભાવમાં કિલોએ ફેટ દીઠ રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ આ ભાવ યથાવત રહેશે તો હજુ પણ પશુપાલક આલમમાં ખુશી વ્યાપી શકે છે. વિશ્વમાં આજે ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે દૂધ પેદાશોના સારા ભાવથી સાબર ડેરી દ્વારા ગાય તેમજ ભેંસના કિલો ફેટ દીઠ વધારો કરાયો છે. તો બીજી તરફ પશુપાલકોમાં પણ આ ભાવ વધારાથી ખુશીનો માહોલ સર્જાયો છે. જો કે, હજુ આગામી સમયમાં દૂધનો ભાવ વધારો થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, ત્યારે પશુપાલક સમુદાયમાં ખુશીનો માહોલ સર્જાઈ શકે છે.

Last Updated : Sep 18, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details