ગુજરાત

gujarat

Sabar Dairy to set up plant in Telangana : 5 લાખ લીટરના પ્લાન્ટથી સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો

સાબરકાંઠાની સાબર ડેરીએ આજે તેલંગાણા વારંગલ ખાતે 5 લાખ લીટર ડેરીના પ્લાન્ટ સ્થાપવા એમઓયુ કર્યાં છે. જેના (Saber Dairy Milk Plant MoU 2021) MOU પ્રસંગે (Sabar Dairy to set up plant in Telangana) તેલંગાણા સરકારના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન કે. ટી. રામારાવ (Telangana Minister K T Ramarao) ઉપસ્થિત રહ્યાં હતાં.

By

Published : Dec 29, 2021, 8:16 PM IST

Published : Dec 29, 2021, 8:16 PM IST

Sabar Dairy to set up plant in Telangana : 5 લાખ લીટરના પ્લાન્ટથી સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો
Sabar Dairy to set up plant in Telangana : 5 લાખ લીટરના પ્લાન્ટથી સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો

સાબરકાંઠા - સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદ ગણાતી સાબર ડેરી દિનપ્રતિદિન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વિસ્તરી રહી છે. આજે તેલંગાણાના અને ઉદ્યોગપ્રધાન કે. ટી. રામારાવ (Telangana Minister K T Ramarao) સાથે સાબરડેરીના 5 લાખ લિટરનો પ્લાન્ટ બનાવવાના (Sabar Dairy to set up plant in Telangana) એમઓયુ કરાતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં (Saber Dairy Milk Plant MoU 2021) ખુશી વ્યાપી છે.

દૂધની બનાવટોના પ્લાન્ટની સ્થાપના હેતુસર એમઓયુ

સાબર ડેરીના ગુજરાત રાજ્ય બહાર વિસ્તરણ આયોજન અંતર્ગત દૂધની બનાવટોના ઉત્પાદન હેતુ નવીન પ્લાન્ટ સ્થાપનાના લક્ષ્યને ધ્યાને લઈ સાબર ડેરી દ્વારા 29 ડીસેમ્બર 2021ના રોજ નવું સોપાન સર થયું છે. જેમાં તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદ નજીક વારંગલ ખાતે દૂધ અને દૂધની બનાવટો માટે દૈનિક 5 લાખ લિટર ક્ષમતાના નવીન સંકલિત ડેરી પ્લાન્ટની (Sabar Dairy to set up plant in Telangana) સ્થાપના હેતુ તેલંગાણા રાજ્ય સરકાર સાથે તેલંગાણા રાજ્ય સરકારના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન કે. ટી. રામારાવની (Telangana Minister K T Ramarao) ઉપસ્થિતિમાં સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.બી. એમ. પટેલ અને મુખ્ય સચિવ(ઉદ્યોગ) વચ્ચે સમજૂતી કરાર (Saber Dairy Milk Plant MoU 2021) કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં વડગામની મહિલાનો પ્રથમ નંબર, વર્ષે 1 કરોડ રૂપિયાથી પણ વધુને કરે છે કમાણી

આજના (Saber Dairy Milk Plant MoU 2021) કાર્યક્રમમાં GCMMF ના ચીફ જનરલ મેનેજર મનોરંજન પાની, સાબર ડેરીના જનરલ મેનેજર પ્રવીણભાઈ પટેલ, રાજ્ય સરકાર અને GCMMF ના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

દક્ષિણ ભારતમાં સ્થપાનાર સૌ પ્રથમ પ્લાન્ટ

અમુલ દ્વારા દક્ષિણ ભારતમાં સ્થપાનાર સૌ પ્રથમ પ્લાન્ટ એવા સાબર ડેરીના પ્રસ્તાવિત અત્યાધુનિક નવીન પ્લાન્ટમાં (Sabar Dairy to set up plant in Telangana) પાઉચ મિલ્ક ,છાસ, લસ્સી, પનીર, આઇસ્ક્રીમ અને મીઠાઇ બનાવવામાં આવશે. ભવિષ્યમાં પ્લાન્ટની ક્ષમતા 10 લાખ લિટર સુધી કરવામાં આવનાર છે.

પશુપાલકો માટે આશીર્વાદ ગણાતી સાબર ડેરી દિનપ્રતિદિન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વિસ્તરી રહી છે

આ પણ વાંચોઃ અમૂલની ઉત્પાદન ક્ષમતા વધારતા 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે કરાયું હતું

સાબર ડેરીના રાજ્ય બહાર સ્થાપિત થનાર આ એકમથી (Sabar Dairy to set up plant in Telangana) અમુલની દૂધની બનાવટોના વેચાણમાં વૃદ્ધિની સાથે વ્યાપ વધશે. ત્યારે તેનો આર્થિક ફાયદો સાબરકાંઠા અને અરવલ્લીના દૂધ ઉત્પાદકોને મળશે તે નક્કી બાબત છે.

ABOUT THE AUTHOR

...view details