ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો - અરવલ્લી

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ વધારો અપાયો છે. જો કે હજુ બોગસ ભરતી કૌભાંડ તેમજ પશુદાણના વધતા જતાં ભાવ મામલે પશુપાલકોમાં રોષ યથાવત છે.

સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો
સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો

By

Published : Sep 21, 2021, 3:55 PM IST

  • સાબર ડેરીમાં 3 વર્ષમાં સૌથી વધુ ભાવફેર અપાયો
  • બોગસ ભરતી કૌભાંડ મામલે રોષ યથાવત
  • વધતા પશુદાણના ભાવનો મામલો પણ ગરમાયો
  • સાબરડેરીના ચેરમેને આગામી સમયમાં વધુ લાભ આપવાની વાત કરી

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે ડેરી એ એકમાત્ર આવકનું સાધન બની રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદો વચ્ચે સાબર ડેરી દ્વારા દૂધનો ભાવ વધારવામાં આવ્યો છે, ત્યારે 2020-21ના વર્ષમાં સાબર ડેરી દ્વારા 11.7 ટકા જેટલા દૂધના ભાવફેર આપવાના પગલે પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે પશુદાણના વધતા જતા ભાવ તેમજ ગત વર્ષે થયેલી બોગસ ભરતી કૌભાંડ મામલો હજુ પણ યથાવત રહ્યો છે. આગામી સમયમાં હજુ પણ દૂધનો ભાવવધારો જરુરી બન્યો છે ત્યારે આગામી સમયમાં યોગ્ય ભાવ નહીં મળે તો પશુપાલન કરનારાઓ માટે વિરોધાભાસ સર્જાશે તે નક્કી છે.

સાબર ડેરીનું કુલ વાર્ષિક ટર્નઓવર 5710.34 કરોડ

વર્ષ 2018-19માં સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 5211.14 કરોડ હતું

જો કે સાબરડેરીના વાર્ષિક ટર્નઓવરની વાત કરવામાં આવે તો વર્ષ 2018-19માં સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 5211.14 કરોડ હતું, તેમજ સરેરાશ કિલો ફેટનો ભાવ 710 રૂપિયા હતો, તેમજ વાર્ષિક દૂધ વધારો રૂપિયા 8.30 ચૂકવવામાં આવ્યો હતો. જ્યારે 2019માં સાબર ડેરીનું કુલ વાર્ષિક ટર્નઓવર 5669.11 કરોડ હતું તેમજ સરેરાશ કિલોનો ભાવ રૂપિયા 770 ચૂકવવામાં આવ્યો હતો. સાથેસાથે દૂધનો વાર્ષિક ભાવ વધારો 6.20 આપવામાં આવ્યો હતો. જો કે વર્ષ 2020 દરમિયાન વાર્ષિક ટર્નઓવરમાં 100 જેટલો વધારો થવા પામ્યો છે. હાલમાં 5710.34 કરોડના વાર્ષિક ટર્નઓવર સાથે છેલ્લા એક વર્ષમાં દૂધનો સરેરાશ કિલો ફેટનો ભાવ રૂપિયા 100 બાર આપવામાં આવ્યો હતો. તેમજ દૂધનો વાર્ષિક ભાવ વધારો 3 વર્ષમાં સૌથી વધુ એટલે કે 11.60 પ્રમાણે ચૂકવાયો છે જેના પગલે હાલના તબક્કે પશુપાલકોમાં વ્યાપક ખુશી છવાઈ છે. જો કે દિન-પ્રતિદિન વધતા જતાં પશુદાણના ભાવ તેમજ અન્ય ખર્ચ વધી જતાં આગામી સમયમાં દૂધના ભાવ વધે તેવી માંગ કરાઇ છે.

આગામી સમયમાં પશુદાણનાં ભાવ ઘટી શકે છે

પશુદાણનાં ભાવ પણ ઘટે તેવી સંભાવનાઓ

સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું કે, પશુપાલકો માટે આગામી સમયમાં હજુ સારા સમાચાર મળી શકે તેમ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આગામી સમયમાં પશુપાલકો માટે સાબર ડેરી દ્વારા દૂધના ભાવ વધારવાની સાથોસાથ પશુદાણનાં ભાવ પણ ઘટી શકે તેવી સંભાવનાઓ બજાર માર્કેટના આધારિત છે. જો માર્કેટમાં કાચા માલસામાનનો ભાવ ઘટશે તો પશુદાણનો ભાવ પણ ઘટાડવામાં આવશે.

સાબર ડેરી દ્વારા સૌથી વધુ દૂધનો ભાવવધારો આપવામાં આવ્યો

જો કે સાબર ડેરી દ્વારા સૌથી વધુ દૂધનો ભાવવધારો આપવામાં આવ્યો છે ત્યારે પશુપાલકોની માંગણીને કેટલી સ્વીકારે છે તે પણ મહત્વનું બની રહેશે.

વધુ વાંચો: સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો

વધુ વાંચો: Sabarkatha: હિંમતનગરના બેરણામાં બનાવટી દૂધ મામલે જિલ્લા પોલીસ વડાને આપ્યુ આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details