ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબર ડેરીએ દૂધમાં વાર્ષિક 10 ટકાનો વધારો જાહેર કર્યો, પશુપાલકોમાં ખુશીનો માહોલ - gujrat milk products news

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકો માટે વાર્ષિક દૂધમાં દસ ટકા વધારો જાહેર કરવાથી જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. એક તરફ કોરોના વાઈરસને પગલે જિલ્લામાં ધંધા રોજગાર ઉપર વ્યાપક અસર થઇ છે. ત્યારે પશુપાલકો માટે 10 ટકા જેટલા દૂધ વધારાની જાહેરાતથી આગામી સમયમાં આ ક્ષેત્રમાં તેજી જોવા મળી શકે છે.

સાબર ડેરીએ દુધમાં વાર્ષિક 10 ટકાનો વધારો જાહેર કર્યો,
સાબર ડેરીએ દુધમાં વાર્ષિક 10 ટકાનો વધારો જાહેર કર્યો,

By

Published : Jun 9, 2020, 2:41 PM IST

સાબરકાંઠાઃ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 22 દૂધ મંડળીઓ તેમજ સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે જીવા દોરીનું એક માત્ર સાધન સાબર ડેરી બની રહી છે. તેમજ સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન માંસાબર ડેરી દૂધના ભાવ આપવામાં નંબર વન રહી છે. તો હવે નિયામક મંડળ દ્વારા પશુપાલકો માટે 10 ટકા જેટલા વાર્ષિક દૂધ વધારો નક્કી કરવામાં આવતા જિલ્લાના તમામ પશુપાલકો માટે એક આશાનું કિરણ બંધાયું છે.

સાબર ડેરીએ દુધમાં વાર્ષિક 10 ટકાનો વધારો જાહેર કર્યો

સાબર ડેરી દ્વારા પાંચ હજાર કરોડથી વધારેનું તેમજ દૂધ વધારાથી દૂધ અને દૂધની બનાવટોમાં આવેલી વૈશ્વિક માંગ તેમજ તેેજીથી કોરોના વાઈરસ મહામારી વચ્ચે સાબર ડેરીએ બંને જિલ્લાના પશુપાલકોને રોજગારીની તક પૂરી પાડી છે. લોકડાઉન દરમિયાન સાબર ડેરી દ્વારા એક પણ દિવસ દૂધ ખરીદવાનું બંધ રખાયુ ન હતું, તેમજ દિલ્હીથી હૈદરાબાદ સુધી દૈનિક 13 લાખ લીટર જેટલું દૂધ છેવાડાના વ્યક્તિને પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ગત વર્ષે સો ટકા ભાવવધારો અને આ વર્ષે 10 ટકા જેટલો ભાવ વધારો નક્કી કરવાથી સ્થાનિક પશુપાલકોએ આનંદ અનુભવ્યો છે.

જો કે આગામી સમયમાં સાબર ડેરી સ્થાનીય પશુપાલકો માટે સહાયક ભૂમિકા ભજવવા સમર્થ બનશે કે કેમ? એ તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details