સામાન્ય રીતે ચોમાસામાં વરસાદના અભાવે જગતના તાત સહિત સમગ્ર જિલ્લાના પ્રજાજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા. તેવામાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના પગલે ખાસ કરીને જગતના તાત કહેવાતા ખેડૂતોમાં ખુશી સર્જાઈ છે. એક તરફ ચોમાસા પહેલા મોટાભાગના ખેડૂતોએ વાયુ વાવાઝોડા દરમિયાન થયેલા વરસાદને પગલે ખેતી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો સંચાર થયો હતો.
સાબરકાંઠામાં વરસાદનું થયું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સાબરકાંઠા: છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠામાં વરસાદની રાહ જોવાતી હતી, જોકે સોમવારની સાંજે અચાનક સામાન્ય વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થતા ખેડૂતો સહિત જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
સાબરકાંઠામાં વરસાદનું થયું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
જોકે વરસાદની શરૂઆત થતા સમગ્ર ખેડૂત આલમમાં ખુશી સર્જાય છે. વરસાદને કારણે મુરઝાતા પાકને નવું જીવનદાન મળ્યું છે, તો બીજી તરફ અસહ્ય ઉકળાટમાં જિલ્લાના પ્રજાજનોને ઠંડકનો અનુભવ થયો છે.