સાબરકાંઠાના પ્રાંતિજ અમદાવાદ હાઈવે પર કતપુર ગામ પાસે ટોલટેક્સ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં હતું. કતપુર ટોલ ટેક્સ પર સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પણ અવરજવર માટે થંભાવી દેતા મામલો બિચક્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર સ્થાનિકોનો હંગામો, પોલીસે મામલો થાળે પાડ્યો - પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર હંગામો
સાબરકાંઠાઃ પ્રાંતિજ ટોલટેક્સ પર સ્થાનિક વાહનચાલકોને રોકતા ભારે હંગામો સર્જાયો હતો. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે, સ્થાનિકો સાથે સમજાવટ કર્યા બાદ આખરે મામલો શાંત થયો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર હંગામો, સ્થાનિકોએ હંગામો કરતા પોલીસ ઘટના સ્થળે
સ્થાનિકોએ આ મામલે ભારે આક્રોશ ઠાલવતા આસપાસના અન્ય સ્થાનિકો પણ ટોલ ટેક્સ પર આવી ચડ્યા હતા. બીજી તરફ વાહનચાલકો પણ છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા હંગામાના પગલે અવરજવર અટકી હતી. જો કે, કતપુર ટોલ ટેક્સ દ્વારા પોલીસને બોલાવવા થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાને શાંત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.