ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: સાબરકાંઠામાં 66.34 ટકા પરિણામ - Gujarat Secondary and Higher Secondary Education Board
સાબરકાંઠા: જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની કુલ 1,998 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી A1 ગ્રેડમાં જિલ્લામાં માત્ર 2 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. જો કે, પ્રાતિજ, તલોદ તેમજ હિંમતનગર સાથે 66.34 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે ઇડર સેન્ટરનું 76.74 ટકા પરિણામ આવ્યું છે. ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના કરતા વડાલી સેન્ટરનું સૌથી ઓછું 43.16 ટકા પરિણામ આવ્યું છે.
સાબરકાંઠા સૌથી સારું પરિણામ ઇડરનું 76.74 ટકા અને ઓછું પરિણામ વડાલી સેન્ટરનું 43.16 ટકા નોંધાયું છે. જિલ્લામાં A1 ગ્રેડ માત્ર બે જ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. જો કે, ઇડર સેન્ટરમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી કે.એમ.પટેલ વિદ્યામંદીરના ગાંધી જૈનમને 99.99 પર્સનટાઈલ (99%) સાથે પ્રથમ આવ્યો છે. આજ વિદ્યાર્થી ગુજકેટમાં 110 માર્ક્સ મેળવ્યા હતા. બીજા નંબરે આજ સ્કૂલના જ વિદ્યાર્થી પરમાર મનીષ 99.96 પર્સનટાઈલ (97%) તેમજ ગુજકેટમાં 110.5 માર્ક્સ મેળવી સ્કૂલ અને તાલુકામાં સિદ્ધિ હાસિલ કરી છે