સાબરકાંઠાહિંમતનગર વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) ઉપર ભાજપમાં ભડકો થયો છે. સ્થાનિક ઉમેદવારનેટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં પડ્યા છે. તાલુકા પંચાયત નગરપાલિકાતેમજ સંગઠનમાં રાજીનામાં (Himmatnagar assembly seat) પડવાના યથાવત છે. હજુ વધુ રાજીનામા પડવાની સંભાવના જોવા મળી હતી. હિંમતનગર નગરપાલિકાના 20 થી વધુ સદસ્યોના રાજીનામા પડ્યા છે. જેમાં તાલુકા પંચાયતના 22 સદસ્યો સહિત જિલ્લા પંચાયત ના 3 સદસ્યોના રાજીનામા પડ્યા છે.
સ્થાનિક ઉમેદવારને ટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં સામૂહિક રાજીનામુંગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની જાહેરાતની સાથે જ હવે વિરોધાભાસ પણ સર્જાયો છે. જેના પગલે 50થી વધારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત વિવિધ પદાધિકારીઓએ (Himmatnagar assembly seat) સામૂહિક રાજીનામું આપતા હિંમતનગર ભાજપમાં પણ ભંગાણ સર્જાયું છે.
આયાતી ઉમેદવારને પસંદગી હિંમતનગર વિધાનસભા (Himmatnagar assembly seat) માટે ભાજપના સ્થાનિક ઉમેદવારની જગ્યાએ આયાતી ઉમેદવારને પસંદગી કરાતા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર વિધાનસભામાં છેલ્લા બે ટર્મથી ભાજપ વિજય બની રહ્યું છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાની જગ્યાએ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાને ટિકિટ અપાતા આજે 50થી વધારે લોકોએ રાજીનામાં આપ્યા છે.
સ્થાનિક કાર્યકર્તાઓતેમજ આગામી સમયમાં આયાથી ઉમેદવારની જગ્યાએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો સ્થાનિક કાર્યકર્તાઓએ વિધાનસભામાં કોઈ પણ કામ કરવાનું ઇનકાર કર્યો છે. સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાના મોટાભાગના કાર્યકરોએ રાજીનામાં ધરી દેતા હિંમતનગર ભાજપમાં ભંગાણ સર્જાયું છે. રાજીનામું આપી દેનારા મોટાભાગના સભ્યોએ આગામી સમયમાં હજુ પણ વધુ ભંગાણ થવાની સંભાવનાઓ દર્શાવી છે.