ગુજરાત

gujarat

ETV Bharat / state

Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં હિંસા મામલે 20 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ - હિંમતનગરમાં કોમી હિંસા

સાબરકાંઠાના હિંમતનગરમાં તારીખ 10 એપ્રિલ( Communal Violence In Himmatnagar )રવિવાર રામનવમીના તહેવાર નિમિત્તે શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. તેના પડઘા સમગ્ર રાજ્યોમાં પડ્યા હતા. આ હિંસાનો મામલો ગુજરાત પોલીસે થાળે પાડ્યો હતો.

Communal Violence In Himmatnagar: રામનવમીના દિવસે હિંમતનગરમાં થયેલ કોમી હિંસાનો સમગ્ર ઘટનાક્રમ
Communal Violence In Himmatnagar: રામનવમીના દિવસે હિંમતનગરમાં થયેલ કોમી હિંસાનો સમગ્ર ઘટનાક્રમ

By

Published : Apr 13, 2022, 5:36 PM IST

Updated : Apr 13, 2022, 6:10 PM IST

સાબરકાંઠાઃ હિંમતનગરમાં તારીખ 10 એપ્રિલ રવિવારે રામનવમીને(ram navami 2022)લઈને શોભાયાત્રા રામભક્તો દ્વારા પાલખી સાથે નીકળી હતી. જે હિંમતનગરના છાપળીયા વિસ્તારમાં (Communal violence in gujarat)થઈને આ શોભાયાત્રા પસાર થઈ હતી તે દરમિયાન બપોરના સમયે છાપળીયા ( Communal Violence In Himmatnagar )વિસ્તારમાં બપોરના સમયે આ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો. જે બાદમાં ભારે રૂપ ધારણ કરતા ભાગદોડ મચી જવા પામી હતી. અને વાહનોને દુકાનોને આગ ચાપવાના બનાવો બન્યા હતા.બે જૂથ સામસામે આવી ગયા હતા. જોકે આ બાબતની ગંભીરતા જોતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સાથે પોલીસની ટીમ ખડકી દેવાઇ હતી. તે દરમિયાન પોલીસના કાફલા પર પણ પથ્થરમાળો થતા 10 પોલીસ કર્મી ઘાયલ થયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સમગ્ર ઘટના પોલીસે હાથમાં લઈને મોટી ઘટના ન બને તેના માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા સાત કરતા વધારે રાઉન્ડ ટીયરગેસ છોડયા હતા. રવિવારે સમગ્ર હિંમતનગર શહેરમાં અફરાતફરી અને અફવાઓનું બજાર ગરમ બન્યું હતું.

પોલીસ વડા સહિત સ્થાનિકો પણ પથ્થરમારો ભોગ બન્યા -શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત મહેસાણા અને અરવલ્લી જિલ્લાની પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સાથોસાથ અચાનક પથ્થરમારાના(Stone throwing at a procession in Himmatnagar ) પગલે 10 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિકો પણ પથ્થરમારો ભોગ બન્યા હતા જોકે પોલીસે સ્થિતિની ગંભીરતા સમજતાં SRPFની ચાર તેમજ રેપીડ એકશન ફોર્સની બે ટીમને હિંમતનગર બોલાવાઈ હતી. પાણપુર તેમજ છાપરીયા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સાથોસાથ જિલ્લા પોલીસની વિવિધ ટીમો પણ આ પેટ્રોલિંગમાં સાથે જોડાઈ હતી પેટ્રોલિંગમાં ગત મોડી રાત્રે થયેલી ફરિયાદના આધારે જિલ્લા પોલીસે કોમ્બિંગ પણ હાથ ધર્યું છે જેમાં જવાબદાર લોકોની અટકાયત કરવામાં આવી છે.

10 પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ -રામનવમીના પર્વને લઇ શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં થઈને શોભાયાત્રા નીકળી હતી તે વખતે આ શોભાયાત્રા પર પથ્થરમારો કરાતા સ્થિતિ બેકાબુ બની હતી. આ બાબતને લઈને સ્થિતિ ઉગ્ર બનતા રેન્જ આઈજી સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ તેમજ અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી પોલીસ તેમજ એસઆરપી સાથેનો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. શોભા યાત્રા દરમિયાન પથ્થરમારાના હુમલામાં સોમવાર સુધીમાં પોલીસ વડા સહિત 10 પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી તેમજ પાંચ જેટલા નાગરિકોને ઇજાગ્રસ્ત થયા હતા અને અન્ય વાહનો અને દુકાનોને આંગ ચાંપવાના બનાવો બન્યા હતા.

હિંસા મામલે 144 લાગુ કરવામાં આવી -હિંમતનગર શહેરમાં બે દિવસ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇ સાબરકાંઠાના જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર રામનવમીના રવિવારની રાત્રી થીજ કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જે હિંમતનગરના રાધે સ્વીટ માર્ટ થી છાપરિયા વિસ્તાર, મહાકાલી મંદિરથી પૂર્ણિમા ડેરી લઇને છાપરીયા સુધીનું તમામ વિસ્તાર, ભગવતી પેટ્રોલ પંપ થી ટાવર સુધીનો તમામ વિસ્તાર, ન્યાય મંદિરથી ચાંદનગર અને મહેતાપુરા વિસ્તાર , હાજીપુરા અલકાપુરી અને બગીચા સુધીનો સમગ્ર વિસ્તાર, જૂની જિલ્લા પંચાયત થી નવી દુર્ગા બજાર સુધીના તમામ વિસ્તાર ને કલમ 144 હેઠળ લાગુ કરવામાં આવી. આ હુકમ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 10 થી લઈને આજની તારીખ 13-4-2022 ના રાત્રીના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિત 1060 ની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.

700 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી -સાબરકાંઠામાં થયેલ હિંસા મામલે રેન્જ આઇજી હિંમતનગર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં બનાવ મામલેની વિગતો રજૂ કરી હતી. રામનવમીની યોજાયેલી શોભાયાત્રામાં પથ્થરમારામાં અત્યાર સુધી 30થી વધારે લોકોની અટકાયત થઈ છે. તેમજ સમગ્ર પથ્થરમારાના મામલે પુર્વ નિયોજિત કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ હાલમાં 1000 જેટલા પોલીસ કર્મીઓની હિંમતનગરમાં ખડેપગે તૈનાત કરાયેલ છે. આ મામલે વિવિધ ફરીયાદો નોંધાઈ છે જેમાં 39 શખ્સોના નામ જોગ તેમજ 700 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ છે. જોકે કાયદાનો ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવામાં આવશે. વધુમાં રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ એક વ્યક્તિની અટકાયતની પણ તાજવીજ હાથ ધરી તેમજ અન્ય એકની શોધખોળ યથાવત છે. જોકે કલમ 144ના ભંગની એકપણ ફરિયાદ નોંધાઈ ન હતી તેમજ શાંતિ સમિતિની બેઠકમાં તે મામલે રજૂઆત થઈ ચૂકી છે તેમજ અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરી અને તેમના ઉપર વધુ કલમ ઉમેરવામાં આવી છે.

પેટ્રોલ બોમ્બ મળતા ભયનો માહોલ -શોભાયાત્રા બાદ થયેલા પથ્થરમારામાં સોમવારે રાત્રે ફરી હિંમતનગરના વણજારા વાસમાં રાત્રે બે જૂથ સામસામે આવી જતાં પોલીસ દ્વારા છ જેટલા ટીયર ગેસના સેલ છોડી સમગ્ર વણસેલી પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સ્થાનિક કક્ષાએ પેટ્રોલ બોમ્બ જેવી વસ્તુઓ પણ મળી આવતા સ્થાનિક કક્ષાએ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃCommunal Violence In Himmatnagar: હિંમતનગરમાં થયેલ હિંસા મામલે બેઠક યાજાઇ, પરિસ્થિતિ પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લેવાશે

પરિસ્થિતિ કાબુમાં લેવા માટે કડક અમલવારી -હિંમતનગરમાં રામનવમી પથ્થરમાર મામલો હજી થમ્યો નથી ત્યાં સોમવારે મોડી રાત્રીએ પણ વધુ એક પથ્થરાવનો બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કર્યો હતો. તેનાથી લોકો ભયના હોથા હેઠળ જીવી રહ્યા હતા. બીજી તરફ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારના માલીના છાપરીયામાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનાની જગ્યા પર તાત્કાલિક સીઆરપીએફ સહિત પોલીસની ટીમો પેટ્રોલીંગ સાથે સ્થળ પર ગોઠવાઈ ગઈ હતી. ત્યારબાદ મોડી રાત્રિના અંધકારમાં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાઈ અને 100 લોકોના ટોળા સામે હિંમતનગરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે કડક અમલવારી શરૂ કરવામાં આવી હતી.

પરિવારોએ સ્થાનિક જગ્યા છોડવાનો નિર્ણય કર્યો -સોમવારે રાત્રેએ વણજારા વાસ તેમજ હસનનગરમાં સામસામે પથ્થરમારો થયો હતો. સાથે સાથે પેટ્રોલ બોમ્બ જેવી વસ્તુઓ મળી આવતા સ્થાનિક કક્ષાએ ભારે ભરખમ સર્જાયો હતો. જોકે ભયના ઊભા થયેલા માહોલ વચ્ચે કેટલાક પરિવારોએ સ્થાનિક જગ્યા છોડવાનો નિર્ણય કર્યો હતો. તેવા સમયે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ રૂબરૂ મુલાકાત કરી જિલ્લા પોલીસ વડાની રૂબરૂ મુલાકાત બાદ સ્થાનિકોએ પણ રહેઠાણ વાળા વિસ્તારોમાં રહેવાની હિમાયત કરી હતી. જોકે હાલમાં સમગ્ર વણઝારા સહિત હસનનગર વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો તેમજ જિલ્લા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી હતી. જોકે આ બાબતે અભય ચુડાસમાના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે થયેલા પથ્થરમારા બાદ 10 વ્યક્તિઓની અટકાયત કરી લેવાઇ છે તેમજ 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય જે તે જવાબદાર આરોપીને છોડવામાં નહિ આવે તેમજ સ્થાનિક કક્ષાએ જોઈતી તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા પુરી કરવામાં આવશે તેમ જ સુરક્ષાના મામલે પણ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી હતી.

આ પણ વાંચોઃCommunal Violence In Himmatnagar: હિંમતનગરમાં ભયના માહોલ વચ્ચે પરિવારોનું પલાયન, પોલીસ તંત્ર દોડતું થયું

અસામાજિક તત્વો અશાંતિ ફેલાવવાનું કાર્ય -જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા જણાવ્યું હતું કે આ પૂર્વ આયોજિત કાવતરું છે. બીજી તરફ હિંમતનગરના સાંસદ રાજેન્દ્ર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો અશાંતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે તેમને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાબરકાંઠાના હિમતનગરમાં બુધવારે બપોરે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી ની અધ્યક્ષતા માં ગુજરાત રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં કોઈ પણ ચમરબંધીને ન છોડવા તેમજ આગામી સમયમાં ગુજરાતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે કરેલા પ્રયાસની વિગતો રજૂ કરી હતી.

ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ હતી -સાબરકાંઠાના હિંમતનગરમાં ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત ગુજરાત પોલીસ વડા તેમજ રેન્જ આઇજી અને અન્ય અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સંગઠનો સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સહિત ધારાસભ્ય અને સાંસદ સાથે હિંમતનગરમાં બનેલા પથ્થરમારાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમજ હિંમતનગરના વણજારા વાસમાં થયેલ બનાવ અંગે પણ માહિતી રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત રાત્રેએ બનેલા બનાવ અંગે અત્યાર સુધીમાં 10 વ્યક્તિની અટકાયત થઈ ચૂકી છે તેમ જ હાલમાં સ્થાનિક અક્ષય વધુ એક પોઈન્ટ ઉભો કરવાની માહિતી આપવામાં આવી હતી. જોકે ગુજરાત પોલીસ વડાએ કોઈપણ આરોપી બક્ષવામાં નહીં આવે તેમ કહી આગામી સમયમાં ઉદાહરણ સ્વરૂપ બને તેવી કાર્યવાહી હાથ કરવાની ખાતરી આપી હતી. યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ વડાએ આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવો દેશના અન્ય કોઈ વ્યક્તિનો હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે તેમ જણાવ્યું હતું.

જ્યુડીશિયલ કોર્ટમાં 10 આરોપી રજૂ કરાયા -બેઠક બાદ રાજ્ય અને જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ચાંપતી નજર રખાઈ હતી અને બીજી તરફ હિંમતનગરની ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં 10 આરોપી રજૂ કરાયા હતા અને આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે જેમાં બે ગુનામાં 20 સહિત 200 ના ટોળા સામે ગુનો નોંધાયો છે. આ બાબતે પોલીસે બન્ને ગુનામાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 4 સહિત 50ના ટોળા સામે નોંધાયેલ ગુનામાં પકડાયેલ 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને 10 સહિત 100 ના ટોળા સામે નોંધાયેલ ગુનામાં પકડાયેલ 10 આરોપીઓને કોર્ટમાં મોડી રાત્રે રજૂ કરાયા હતા. કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મજૂર -શોભાયાત્રા બાદ ઘર્ષણ મામલે હિંમતનગરની ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં કુલ 22 આરોપી રજૂ કરાયા જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બે ફરિયાદો અને એ ડિવિઝનમાં દાખલ થયેલી ફરિયાદમાં 11 આરોપી રજૂ કરાયા. આ મામલે પોલીસ દ્વારા બન્ને ગુનામાં 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10 સહિત 100 ના ટોળા સામે નોંધાયેલ ગુનામાં પકડાયેલ 10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મજૂર થતા રિમાડ રૂમમાં મોકલાયા. આગામી 16 તારીખ સુધીના રિમાન્ડ અપાયા છે.

Last Updated : Apr 13, 2022, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details