ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં કમોસમી વરસાદ, કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સહાયની માગ

સાબરકાંઠા: જિલ્લાના ખેડૂતોના સ્થિતિ બદથી બત્તર થઈ છે. જિલ્લામાં 56 હજાર હેકટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં કમોસમી વરસાદે 41 હજાર હેકટરમાં મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને થયેલા નુકશાનને લઇ કિસાન સંઘ દ્વારા સોમવારે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સાબરકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા

By

Published : Nov 4, 2019, 8:29 PM IST

ગુજરાતમાં કુદરતી આફતો રોકાતી નથી. દિન-પ્રતિદિન વાવાઝોડાના પગલે જગતનો તાત હેરાન પરેશાન બન્યો છે. જેમાં સાબરકાંઠામાં વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વાવેલી મગફળી, કપાસ, અડદ અને સોયાબીન જેવા પાક તૈયાર થવાને આરે હતા ત્યારે કમોસમી વરસાદે એન્ટ્રી લઇને ખેડૂતોનો કોળીયો છીનવી લીધો છે.

સાબરકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા

સાબરકાંઠામાં મગફળી 56,000 હેકટર, કપાસ 27,800 હેક્ટર, સોયાબીન 6,318 હેક્ટર, તથા અડદનું 7,400 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ તમામ પાકોમાં 30થી 40 ટકા કરતા વધારે નુકસાની ખેડૂતોને ભોગવવી પડી છે. સૌથી મોટો નુકસાનીનો આંક મગફળી અને કપાસમાં જોવા મળે છે.

જિલ્લામાં સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ખેડૂતોને આવ્યો છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સરકાર વીમા કંપની માટેના આશ્વાસન આપે છે, પણ હકીકતમાં વીમા કંપનીઓ આ બાબતે ધ્યાન આપાતી નથી.

ABOUT THE AUTHOR

...view details