તલોદઃ સાબરકાંઠાના તલોદ તાલુકાના સુરપુર ગામે આજે વહેલી સવારથી જ વરસાદી પાણીના પગલે ગામનું તળાવ ઓવરફ્લો થઇ ગયું છે. છેલ્લા 24 કલાકથી વરસાદ યથાવત રહેતા સુરપુર ગામ સહિત આસપાસના વિસ્તારના નદી-નાળાઓ વરસાદી પાણીથી છલકાઇ ગયા છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ યથાવત, તલોદનું સુરપુર તળાવ ઓવરફ્લો - સાબરકાંઠા જિલ્લામાં વરસાદ યથાવત
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ યથાવત છે. જેના પગલે મોટાભાગના નદી-નાળાં, તળાવ વરસાદી પાણીથી છલકાયા છે. તલોદના સુરપુર ગામનું તળાવ ઓવરફલો થતા આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. આ સાથે સ્થાનિક લોકોને અવર-જવર માટેનો રસ્તો પણ હાલ પૂરતા બંધ થઈ ગયા છે.
rain news
સ્થાનિક લોકોની અવર-જવરના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. સાથોસાથ રોડ અને રસ્તાઓ પર પાણી આવતા નીચાણવાળા વિસ્તારોના ગામોમાં પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. જો કે, હજુ આગામી સમયમાં વરસાદ યથાવત રહે તો સ્થાનિક વિસ્તારમાં વધુ પાણી આવી શકે તેમ છે.