વિજયનગર તાલુકાના વાંકડાં ગામમાં પરમાર મનુભાઈ ધીરાજીના બાજુના મકાનમાં 8 ફૂટ લાંબો અજગર મળી આવતા દોડધામ મચી હતી. જો કે, ગામમાં આવેલા અજગરને જોવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડયા હતા.
સાબરકાંઠાના વિજયનગરમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું - અજગરને સલામત સ્થળે છોડાયો
સાબરકાંઠા: જિલ્લાના વિજયનગરના વાંકડા ગામે આઠ ફૂટ લાંબો અજગર મળી આવતા ગામમાં ગભરાટ ફેલાયો હતો. વન કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી અજગરને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો.
સાબરકાંઠાના વિજયનગરમાંથી અજગર ઝડપાયો
આ અંગે વનવિભાગને જાણ કરાતા વન અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી અજગરને પકડ્યો હતો. આ વિસ્તારમાં ત્રીજીવાર અજગર પકડાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વનવિભાગે અજગરને પકડવા માટે સ્થાનિક લોકોની મદદ મેળવી હતી. અજગર હાથમાં આવ્યા પછી જંગલખાતા દ્વારા તેને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અજગરને પકડાય ગયા બાદ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.