- સાબરકાંઠામાં આશા વર્કરનો હંગામો
- માંગણીઓ ન સ્વીકારાતાં વિરોધ
- હિંમતનગરમાં નોંધાવ્યો વિરોધ
- આગામી સમયમાં વધુ એક આંદોલનના ભણકાર
સાબરકાંઠા :રાજ્ય સરકાર દ્વારા આશા વર્કરની વિવિધ માંગણીઓ સ્વીકારવાની વાત જે તે સમયે સરકાર સામે આંદોલન મોકૂફ રખાયું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ મામલે કોઇપણ પ્રકારની પ્રક્રિયા ન થતા હવે ગુજરાતભરમાં રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જે અંતર્ગત કેટલાય સમયથી પડતર માંગણીઓ અંગે કોઇ ઉકેલ ન આવતા આખરે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આગામી સમયમાં વધુ ઠોસ પગલાં ભરવાની ચીમકી આપી છે.જેના પગલે આજે હિંમતનગરના બગીચા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા