સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા તલોદ વિસ્તારને યોગ્ય વળતર ન અપાતા જેલ ભરો આંદોલન કરવામાં આવ્યુ હતું. આ માટે જિલ્લાભરમાંથી સૌથી વધારે કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ મહિલા કાર્યકરોએ તલોદ માર્કેટયાર્ડ બહાર પ્રદર્શન કર્યું હતું. જોકે, કોંગ્રેસ માટે જાણે કે આનંદનું આંદોલન હોય તે પ્રકારેના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક કાર્યકરો ટ્રેકટરની ટોલીમાં સામેથી બેસી પોલીસ મથકે પહોંચ્યા હતા.
સાબરકાંઠાના તલોદમાં ખેડૂતોને થઇ રહેલા અન્યાય મુદ્દે જેલ ભરો આંદોલન - Prison Fill Movement on the topic of injustice at Talod
સાબરકાંઠા: જિલ્લાના તલોદ ખાતે કોંગ્રેસ દ્વારા તલોદ વિસ્તારના ખેડૂતોને થઇ રહેલા અન્યાય મુદ્દે જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જો કે, નહિવત કાર્યકર્તાઓના પગલે સમગ્ર આંદોલનો ફિયાસ્કો થતાં કોંગ્રેસના કાર્યકરો સામે ચાલીને ધરપકડ વહોરી હતી.
![સાબરકાંઠાના તલોદમાં ખેડૂતોને થઇ રહેલા અન્યાય મુદ્દે જેલ ભરો આંદોલન sabarkantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5271955-thumbnail-3x2-sababababa.jpg)
ભાજપ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાની સાથોસાથ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. તલોદ તાલુકાના 60થી વધારે ગામડાઓમાં સરકારી સહાય વાતોની સામે 40 ટકાથી વધારે ગામડાઓમાં કોઈપણ પ્રકારની સહાય ન મળવાના મુદ્દે આ આંદોલન યોજાયું હતું. આ વિસ્તારમાં સૌથી વધુ કમાણી કરતું ST ડેપો બંધ કરાયાનું અને ટ્રેઝરી ઓફિસે ખસેડાયાનો પણ વિરોધ કરી રહેલા અન્યાય સામે ઉગ્ર આંદોલનની વાત કરી હતી.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા 3900 કરોડનું પેકેજ જાહેર કરાયા બાદ કેટલાક ખેડૂતોને સહાય ન મળવાની સંભાવના સામે તલોદ ખાતે યોજાયેલા આંદોલન દરમિયાન 25 હજાર કરોડથી વધારેનો પેકેજ મેળવવાની પણ માગણી કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકાર આ મુદ્દે કેટલી ગંભીર બનશે એ તો આગામી સમય બતાવશે. જો કે, આ આંદોલનથી આગામી સમયમાં સરકારના નિર્ણયમાં કેટલો ફેરફાર આવે છે. એ તો હવે આગામી સમય જ બતાવશે.