ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈડરગઢ મામલો ગરમાયો, ગઢ બચાવો સમિતિની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ - Sabarkantha Idrio Garh

સાબરકાંઠામાં આવેલા જગપ્રસિદ્ધ ઈડરિયો ગઢ બચાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જે અંતર્ગત આગામી સમયમાં આંદોલન યથાવત રાખવાની સાથે સાથે ગાંધી ચિંધ્યા માર્ગે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાની હાકલ કરાઇ છે.

ઈડરગઢ મામલો ગરમાયો, ગઢ બચાવો સમિતિની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
ઈડરગઢ મામલો ગરમાયો, ગઢ બચાવો સમિતિની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ

By

Published : Jun 1, 2021, 8:48 AM IST

  • ગઢ બચાવ સમિતિની યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
  • ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન યથાવત્ રહેશે
  • સ્થાનિક નેતાઓનો ભેદી મૌન
  • આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં આવેલો ગઢ જગપ્રસિદ્ધ છે. તેમજ અંગ્રેજો સામે પણ હાર ન માનનારા ઈડરિયો ગઢ હાલમાં પોતાના અસ્તિત્વ સામે લડાઇ લડતો હોય તે ખનન માફિયાઓ થકી બિન રાત તૂટી રહ્યો છે, ત્યારે ઈડરગઢ બચાવો સમિતિ દ્વારા આ મામલે આંદોલનનું રણશિંગુ ફૂંકાયું હતું. જો કે આજથી ભૂખ હડતાલ પર બેસવાની શરૂઆત કરે તે પહેલાં જ તંત્ર દ્વારા તેના પર મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ આગામી 4 જૂન સુધી તંત્ર દ્વારા કોઈ જવાબ આવ્યો નથી. જે અનુસંધાને આજે ઈડરની આદર્શ વિદ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જ્યાં ઈડરગઢ બચાવો સમિતિ અંતર્ગત એવી રજૂઆત કરી હતી કે, શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ખાનામાંથી આપો તાત્કાલિક ધોરણે સમગ્ર આંદોલનની અટકાવવા માગે છે સાથો સાથ વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તેમ જણાઈ રહ્યું છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં રાજ્યસભાના સાંસદ તેમજ લોકસભાના સાંસદથી લઇ સ્થાનિક ધારાસભ્ય પણ આ મામલે ભેદી મૌન સેવી રહ્યા છે, ત્યારે જનતા જનાર્દનનો સાથ લઈ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચોઃ સાબરકાંઠાના ઈડરીયા ગઢને પ્રવાસન સ્થળમાં સમાવિષ્ટ કરાયો

ઈડરગઢને બચાવવા માટે તાજેતરમાં કરોડોની ગ્રાંટ ફળવાઇ

જો કે, એક તરફ ઈડરગઢને બચાવવા માટે તાજેતરમાં કરોડોની ગ્રાંટ આપવામાં આવી છે સાથો સાથે પૌરાણિક વારસો સામે અડીખમ જાળવણી માટે ઐતિહાસિક ધરોહર તરીકે સ્થાન પણ આપવામાં આવ્યું છે. જોકે બીજી તરફ ઇડરગઢ વિસ્તારમાં જ ખનન માફિયાઓને અપાયેલી છૂટના પગલે ઈડરગઢ તૂટી રહ્યો છે. જોકે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઈડરગઢ બચાવવા મામલે ખનન કામ બંધ નહીં કરાય તો વધુ એક આંદોલન થાય તે નક્કી બાબત છે.

ABOUT THE AUTHOR

...view details