- સાબરકાંઠાના ઈડરમાં અપાયું આવેદનપત્ર
- દિવ્યાંગોનું જીવનધોરણ ઊંચું લાવવા કરાઈ રજૂઆત
- દિવ્યાંગ સંગઠને ઈડર પ્રાન્ત કચેરીમાં આપ્યું આવેદન પત્ર
- આર્થિક રીતે પગભર કરવા પણ કરાઈ જાણ
સાબરકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠાના ઈડર પ્રાન્ત કચેરી ખાતે દિવ્યાંગો દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર પાસે જિલ્લાના તમામ દિવ્યાંગોની સ્થિતિને મદદરૂપ થવાની સાથો સાથ પગભર કરવા અને આગામી સમયમાં જીવનધોરણ ઊંચું લાવવાની લેખિત જાણ કરવામાં આવી છે.
સાબરકાંઠામાં દિવ્યાંગોનું જીવનધોરણ ઊંચું લાવવા દિવ્યાંગ સંગઠને કરી રજૂઆત રાજ્ય સરકાર દિવ્યાંગોને મદદ કરે તેવી માગ
કોરોનાને કારણે દિવ્યાંગોની પણ રોજગારી છીનવાઈ ગઈ છે. બીજી તરફ ઘર પરિવાર માટે આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેના પગલે હવે સરકાર દ્વારા સહાય થવાની સાથો સાથ પગભર થવા અને જીવનધોરણને ઉર્ધ્વગામી બનાવવા સરકારને લેખિત જાણ કરાઈ છે. જો કે, સૌથી મહત્ત્વની બાબત એ છે કે, કોરોનાના પકડે મોટા ભાગના તમામ લોકોનું જીવન સ્તર બગડી ચૂક્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ માટે વિશેષ પ્રયાસો હાથ ધરાય તે જરૂરી છે.