ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈડરની પ્રતાપપુરા દૂધમંડળી ત્રણ માસથી બંધ હાલતમાં, પશુપાલકોએ દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ

સાબરકાંઠાના ઇડરના પ્રતાપપુરા ગામે ત્રણ માસથી દૂધમંડળી સ્થાનિક સેક્રેટરીએ કરેલી ઉચાપતના વિરોધના પગલે બંધ હાલતમાં હોવાથી પશુપાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ માસમાં આ મામલે કોઇ ઉકેલ ન આવતા આજે પશુપાલકોએ રસ્તા ઉપર દૂધ ઢોળી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમજ આગામી સમયમાં આ મામલે જિલ્લા કલેકટર કચેરીએ પણ દૂધ ઢોળવા સુધીની તૈયારીઓ કરી લીધી છે.

ઈડરની પ્રતાપપુરા દૂધમંડળી ત્રણ માસથી બંધ હાલતમાં, પશુપાલકોએ દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ
ઈડરની પ્રતાપપુરા દૂધમંડળી ત્રણ માસથી બંધ હાલતમાં, પશુપાલકોએ દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ

By

Published : Jan 7, 2021, 3:18 PM IST

  • પ્રતાપપુરા ગામે ત્રણ માસથી દૂધમંડળી બંધ
  • સેક્રેટરી દ્વારા સબસિડીના પૈસાની ઉચાપત કરતાં વિરોધ
  • દૈનિક બે હજાર લિટર દૂધ ભરાવનાર મંડળી બંધ હાલતમાં


    ઈડરઃ સાબરકાંઠાના ઇડર તાલુકાના પ્રતાપપુરા ગામે છેલ્લા ત્રણ માસથી દૂધ મંડળી બંધ હોવાના પગલે સ્થાનિક ગ્રામજનો એ આજે રસ્તા ઉપર દૂધ ઢોળી પોતાનો વિરોધ નોંધાવ્યો છે તેમજ આગામી સમયમાં દૂધ મંડળી મામલે કોઈ ચોક્કસ ઉકેલ ન આવે તો સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીમાં દૂધ ઢોળી પોતાનો વિરોધ રજૂ કરશે. 2018માં પ્રતાપપુરા ગામની દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા ૫૪ લાખ જેટલી માતબર રકમની ગાય તેમજ ભેસ માટે લોન લેવાઈ હતી જેમાં લોન મળ્યા બાદ 14 લાખ જેટલી સબસીડીની રકમ સતત બે વર્ષ સુધી પશુપાલકોના ખાતામાં જમા ન થતાં આખરે સ્થાનિક પશુપાલન કોઈ બેંકનો સંપર્ક કરતા બેંક દ્વારા સબસિડીની રકમ જે તે સમયે પશુપાલકોના એકાઉન્ટમાં આપી દેવાનો ખુલાસો થતાં ગ્રામજનોએ આમલી બેઠક બોલાવી સેક્રેટરીની જાહેરમાં ખુલાસો કરવાનું કહેવાયું હતું. તેમણે જણાવ્યું હતું કે આપની રકમ આગામી 1 માસની અંદર ભરપાઈ કરી આપવાનું લેખિતમાં અપાયું છે. જોકે એ વાતને ચાર માસનો સમય વિતી જવા છતાં કોઈપણ પ્રકારની ગતિવિધિ ન થતાં આખરે પશુપાલકોએ રોષે ભરાઈ ઇડર પોલીસ મથકથી લઈ સાબર ડેરીના એમડી તેમજ ચેરમેનને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. જો કે આજદિન સુધી આ મામલે કોઇ ઠોસ નિર્ણય લઈ શકાયો નથી. સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારની આ મામલે લેખિત ફરિયાદ કરવાની સાથોસાથ જિલ્લા ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરાયાની બે માસનો સમય વિતવા છતાં આજે પણ પરિસ્થિતિ જેસી થે છે જેથી પશુપાલકો રોષે ભરાયાં છે અને પ્રતાપપુરા ગામે આજે મોટાભાગના પશુપાલકોએ પોતાનું દૂધ રસ્તા ઉપર ઢોળી વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય ન લેવાય તો સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ દૂધ ઢોળી પોતાનો વિરોધ નોંધાવી ધરણા કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સાથોસાથ દૂધિયા રાજકારણને પગલે છેવાડાના પશુપાલકોને ભોગવવી પડતી હાલાકી સર્જાઇ છે ત્યારે આજે દૂધ ઢોળવાની શરૂઆતથી ઊભો થયેલો વિવાદ આગામી સમયમાં વધુ ગંભીર બને તો નવાઈ નહીં.
    દૈનિક બે હજાર લિટર દૂધ ભરાવનાર મંડળી બંધ હાલતમાં


  • સ્થાનિક પશુપાલકોને પારાવાર મુશ્કેલી

    ઇડર તાલુકાની પ્રતાપપુરા દૂધ મંડળી દૈનિક 2000 લિટરથી વધારે દૂધ ભરાવતી હોવા છતાં સબસિડીના મામલે થયેલા અન્યાયને પગલે હવે સ્થાનિક ગ્રામજનો દ્વારા મંડળીમાં દૂધ ન ભરવાની સાથોસાથ આજે દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક ગ્રામજનોએ પોતાના દૂધના વ્યવસાયને તાત્કાલિક અસરથી છોડી શકે તેમ ન હોવાના પગલે તેમની સ્થિતિ કફોડી થઇ છે. ગ્રામજનો આસપાસના ગામડાઓમાં પોતાનું દૂધ ભરાવવા જઈ રહ્યાં છે, ત્યારે તેમનો આર્થિક ખર્ચ અને સમયનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે વિવિધ સમસ્યાઓ સર્જાતા હવે તંત્ર સામે પણ રોષ પ્રગટ્યો છે. છેલ્લા ત્રણ માસથી મંડળી બંધ રહેતા દૂધની આવક ઉપર ગુજરાત ચલાવનારા પરિવારો માટે ચોક્કસ આવક ન આવતા પશુપાલકોની સ્થિતિ કપરી બની છે.

  • સેક્રેટરી દ્વારા 14 લાખની ઉચાપત

    પ્રતાપપુરા દૂધમંડળીના સેક્રેટરી દ્વારા પશુપાલકો માટે વિવિધ પક્ષીઓ અંતર્ગત 54 લાખથી વધારેની લોન લેવાની હતી જે અંતર્ગત સ્થાનિક પશુપાલકોને 14 લાખથી વધારેની સબસિડી મળવાપાત્ર હતી. જોકે બેંક ઓફ બરોડા દ્વારા જે ટાઈમે જ તમામ સબસિડીની રકમ પશુપાલકોને એકાઉન્ટમાં આપી દેવાઈ હોવા છતાં સતત બે વર્ષ સુધી પશુપાલકોએ નિયમિત હપ્તા ભર્યા બાદ પણ સબસિડી જમા થતાં બેંક પર સંપર્ક કરતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો. ત્યારે મંડળીના ચેરમેને પોતાની ભૂલ સ્વીકારી તમામ રકમ જમા કરાવવાનું જાહેરમાં સ્વીકારી આગામી 1 માસમાં તમામ પૈસા ચૂકવી દેવાનો લેખિતમાં ખાતરી આપી હોવા છતાં આજદિન સુધી કોઇ પણ પ્રકારની સબસિડી જમા ન થતાં હવે પશુપાલકો પણ રોષે ભરાયાં છે જેના પગલે આજે તેમનો રોષ દૂધ ઢોળવાથી શરૂ થયો છે.

  • કલેકટર કચેરીએ દૂધ ઢોળી ધરણા યોજાશે

    સાબરકાંઠાના ઇડરના પ્રતાપપુરા ગામે 10લાખથી વધારેની રકમની સબસિડીની ઉચાપત કરાયા બાદ પશુપાલકો દ્વારા આ મામલે સ્થાનિક સેક્રેટરી સામે પોલીસ ફરિયાદ કરવાની સાથે-સાથે સાબર ડેરીના એમડી ચેરમેન અને સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરી હોવા છતાં આ મામલે ચોક્કસ નિર્ણય ન લેવાતા હવે ગ્રામજનો દ્વારા આજે દૂધ ઢોળી પોતાનો વિરોધ દર્શાવાયો છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ ધરણાં યોજવાની ચીમકી આપવામાં આવી છે. જોકે આ મામલે આગામી સમયમાં કેટલા અને કેવા પરિણામો આવે છે એ તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details