ગુજરાત

gujarat

ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ કોર્ટે આપ્યા એક આરોપીને 6 દિવસના રિમાન્ડ, ત્રણના રિમાન્ડ નામંજૂર - ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ

ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડમાં (GSSSB Head Clerk Paper Leak 2021 case) બુધવારે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ ચાર આરોપીઓને 20 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને (Prantij court remanded one accused for 6 days) પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે 6 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Prantij court remand
Prantij court remand

By

Published : Dec 23, 2021, 7:30 AM IST

Updated : Dec 23, 2021, 9:12 AM IST

સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજ પોલીસ મથકે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ (GSSSB Head Clerk Paper Leak 2021 case) મામલે 11 સામે નામજોગ ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના 25 જેટલી ટીમો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા કામે લાગી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓને અટકાયત થઈ ચૂકી છે, તેમજ 49 લાખથી વધારે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાંતિજ કોર્ટે આપ્યા એક આરોપીને 6 દિવસના રિમાન્ડ, ત્રણના રિમાન્ડ નામંજૂર

કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા જયેશ પટેલની પોલીસે અટકાયત કર્યા બાદ વધુ ચાર વિદ્યાર્થીઓની પણ અટકાયત કરવામાં કરાઇ છે. આ તમામ આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમજ 14 દિવસના રિમાન્ડ માગ કરાઈ હતી, જેમાં કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર (Prantij court remanded one accused for 6 days) કરવામાં આવ્યા છે.

આગામી સમયમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના

બુધવારે ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી અમદાવાદ સબ જેલમાં સજા ભોગવી રહેલા બાબુ ભરવાડ નામનો વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાના પગલે તેના છ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. અન્ય ત્રણના રિમાન્ડ નામંજૂર (Prantij court remand) કરતા તેમની જામીન અરજી મૂકવામાં આવી છે. ગુરુવારે ત્રણની જામીન અરજી મંજૂર થશે તો ત્રણને સમગ્ર કેસમાંથી છુટકારો મળી શકે તેમ છે. આગામી સમયમાં સમગ્ર કૌભાંડને અંજામ આપનારા આરોપી સુધી પહોંચવાની સાથોસાથ વધુ ખુલાસા થાય તેવી સંભાવનાઓ વધી રહી છે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : સાબરકાંઠા પોલીસે વધુ 4ની અટકાયત સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: આ મુખ્યપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત હતીઃ અસિત વોરા

Last Updated : Dec 23, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details