સાબરકાંઠા જિલ્લાના છેવાડાના તેમજ રાજસ્થાન બોર્ડર પર આવેલા વિજય નગર તાલુકાના વિસ્તારમાં વર્ષો પહેલા પોલો નામની નગરી હોવાના અવશેષો જોવા મળે છે. જોકે આજે પણ આધુનિક ગણાતી સંસ્કૃતિ પહોંચી શકી નથી, ત્યારે પ્રાચીન અમુલ્ય વારસાની કિંમત કેટલી અને કેવી હોય તે જોવા અચૂક પોલો વેડિંગ પોઇન્ટની મુલાકાત લેવી પડે છે. પોલો ફોરેસ્ટ તરીકે ઓળખાતા આ વિસ્તાર કુદરતી સૌંદર્ય એટલું અને એ રીતે વ્યાપ્ત છે કે મીની કાશ્મીર તરીકે હવે આ વિસ્તાર ઓળખાવા લાગ્યો છે.
લગ્નગ્રંથિથી જોડાનારા દંપતીઓ માટે પોલો ફોરેસ્ટ સ્થળ બન્યુ છે હોટ ફેવરીટ
સાબરકાંઠાઃ જિલ્લામાં આવેલ પોલો ફોરેસ્ટ સામાન્ય રીતે નામ સાંભળીને અજુગતું લાગે પરંતુ, સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં લગ્ન કરનારા દંપતીઓ માટે જાણીતું છે. આ વિસ્તારની સુંદરતા જોઈને સાબરકાંઠા સહિત આસપાસના તમામ જિલ્લાઓના લોકો મીની કાશ્મીર તરીકે ગણાતા પોલો ફોરેસ્ટમાં મુલાકાતીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
2013 પછી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તાર દુનિયા સામે મૂકવામાં આવ્યો હતો. આ વિસ્તારની સુંદરતા એટલી વ્યાપ્ત છે કે એક વાર મુલાકાત લેનાર બીજી વખત મુલાકાત લેવા મજબૂર બને છે. જોકે સમગ્ર ગુજરાતનો એકમાત્ર પ્રી-વેડિંગ પોઇન્ટ બની ચુકેલા પોલો ફોરેસ્ટમાં દરરોજ અનેક દંપતીઓ લગ્ન પહેલા વિડીયો તેમજ ફોટોગ્રાફી કરવા માટે આવે છે. કેમેરા ના કસબીઓ માટે આ વિસ્તારમાં કરેલા ફોટોગ્રાફી કોઈ પણ વ્યક્તિના મનની લલચાવી શકે છે. એક તરફ કુદરતી સૌંદર્ય સહિત ખળખળ વહેતાં ઝરણાં, પાણીના ધોધ, ડુંગરોની હારમાળા, પૃથ્વી ઉપર જાણે કે લીલીછમ ચાદર પાથરી હોય તેવા કુદરતી દ્રશ્ય સહિત અમુલ્ય વારસાની ઝાંખી કરાવતા મંદિર અને જૈન દેરાસરો હજુ પણ આ વિસ્તારમાં જોઈ શકાય છે. પ્રાચીનતમ ખંડ ખંડ વેરાયેલું આપણું અતિ મૂલ્યવાન સંસ્કૃતિના અવશેષો આજે પણ થયા છે, જેના પગલે આગામી સમયમાં લગ્ન કરનાર દંપતી માટે તમામ પ્રકારના દ્રશ્યો એક જ જગ્યાએથી મળી શકતા હોય તો તે છે પોલો ફોરેસ્ટ અને આવા મનમોહક દ્રશ્યોને પગલે આ વિસ્તારમાં દરરોજ આગામી સમયમાં લગ્નગ્રંથીથી જોડાનાર દંપતીઓ અચૂક મુલાકાત લે છે તેમજ મુલાકાત બાદ સંતોષ વ્યક્ત કરવાની સાથો સાથ અન્ય લોકોને પણ મુલાકાત લેવા સૂચવે છે.
જોકે સરકાર દ્વારા જનભાગીદારીથી આ વિસ્તારમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવ્યાં છે, જેના પગલે દૂરદૂરથી મુલાકાત લેનાર વ્યક્તિઓ માટે પૂર્ણ સુવિધાઓ એક જગ્યાએ મળી રહે ટેન્ટ સિટી થકી અન્ય જિલ્લાઓના લોકો પણ આ વિસ્તારમાં રાત્રી રોકાણ કરી કુદરતી સૌંદર્યનો ભરપુર લાભ મેળવી શકે છે. ખાસ કરીને ચોમાસાની સિઝન બાદ શિયાળો અને ઉનાળામાં આ વિસ્તારમાં ગુજરાત ભરના સહેલાણીઓ સહિત લગ્નગ્રંથિથી જોડાનાર દંપતીઓ તેમના ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફી કરનારા લોકો સાથે આ વિસ્તારમાં રાત્રી રોકાણ કરી રાત્રિના દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરે છે. જોકે જનભાગીદારીથી ઊભી કરાયેલી ટેન્ટ સીટીને પગલે આ વિસ્તારની સુંદરતા તેમજ સ્થાનિકોના રહેવાની સુવિધાને પગલે પણ મુલાકાતીઓનો ધસારો પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે.