ગુજરાત

gujarat

ETV Bharat / state

31 ડીસેમ્બર નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે - Sabarkantha Police

આગામી 31 ડીસેમ્બર નિમિત્તે ગુજરાતના મોટાભાગના શહેરોમાં પાર્ટીઓ તેમજ યુવા હૈયાઓ માટે આનંદનો અવસર બનતો હોય છે. જો કે સાબરકાંઠા જિલ્લામાં આ વખતે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમ જ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે.

31 ડીસેમ્બર નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે
31 ડીસેમ્બર નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે

By

Published : Dec 25, 2020, 12:47 PM IST

  • સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઠોસ આયોજન
  • 31 ડિસેમ્બરની પાર્ટીઓ નહીં યોજાય,મહિલા શક્તિ વિંગ પણ લાગશે કામે
  • તમામ બોર્ડર કરાશે સીલ
    31 ડિસેમ્બરની પાર્ટીઓ નહીં યોજાય,મહિલા શક્તિ વિંગ પણ લાગશે કામે

સાબરકાંઠાઃ :આગામી 31મી ડીસેમ્બર નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ત્યારથી પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાની 10 જેટલી બોલેરો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે સાથોસાથ વાહન ચેકિંગ કરવાની તજવીજ પણ શરૂ કરાશે તેમ જ મહિલા શક્તિ વિંગ દ્વારા પણ સમગ્ર જિલ્લા ઉપર બાજ નજર રખાશે.

  • સાબરકાંઠાની તમામ બોર્ડર કરાશે સીલ

31મી ડીસેમ્બર નિમિત્તે મોટાભાગના લોકો માટે આનંદ અને ઉલ્લાસ માટેનો અવસર બની રહેતો હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. સાથોસાથ જિલ્લાની ૧૦ જેટલી બોલેરો સીલ કરવામાં આવશે તેમ જ તમામ વાહનો નું ચેકિંગ કરવાની સાથોસાથ મહિલા શક્તિ કામે લાગ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મોટા ભાગની બોર્ડર રોડ થકી કરનારા લોકો તેમજ બુટલેગરો દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રયાસો બનતા હોય છે. તેવા સમયે દસ જેટલી બોર્ડર સીલ કરવાને પગલે સાબરકાંઠા જિલ્લામાં દારૂ ઘૂસાડાતો અટકાવી શકાશે તેમજ અન્ય દર્દીઓને અટકાવવાનો પણ પૂર્ણ પ્રયાસ કરાશે.

  • મહિલા શક્તિ વિંગ પણ લાગશે કામે

31મી ડિસેમ્બર નિમિત્તે તમામ બોર્ડર સીલ કરવાની સાથોસાથ સાબરકાંઠા જિલ્લા પોલીસની મહિલા વિંગ પણ સમગ્ર જિલ્લામાં બાજનજર રાખશે. મોટાભાગે આ સમયગાળા દરમિયાન યુવતીઓ તેમજ મહિલાઓની છેડતી થવાના અસંખ્ય બનાવો બનતા હોય છે જેને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લા પોલીસ મહિલા વિંગ દ્વારા ૩૧મી ડિસેમ્બરે વિશેષ તૈયારીઓ કરાઈ છે. જે અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ મથકો ઉપર મહિલા વિભાગની ટીમો કાર્યરત રહેશે. તેમજ જિલ્લામાં સંભવિત જગ્યાઓ ઉપર શક્તિ win બાજનજર રાખશે તેમજ કોઈપણ વ્યક્તિ આવો કૃત્ય કરવા જશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરાશે.જોકે આ સિવાય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા યથાવત રીતે જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ 24 કલાક ખડેપગે રહેશે તેમજ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલું આયોજન આગામી કેટલું સફળ બની રહે છે એ તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details