ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય કિસાન સંઘની સાબરકાંઠાથી ગાંધીનગર જઈ રહેલી રેલીને પોલીસે અટકાવી - Farmers Rally

સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિવિધ માગણીઓ પૂરી ન થતાં આજે શુક્રવારે ખેડબ્રહ્માથી ગાંધીનગર સુધી બાઈક રેલી યોજી આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. આ રેલીમાં 200થી વધુ ખેડૂતો જોડાયા હતા. જોકે, પોલીસે અધવચ્ચે તમામ ખેડૂતોને અટકાવી આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલો થાળે પાડયો છે.

પોલીસે ખેડૂતોને અટકાવી આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલો થાળે પાડ્યો
પોલીસે ખેડૂતોને અટકાવી આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલો થાળે પાડ્યો

By

Published : Mar 19, 2021, 4:10 PM IST

  • ભારતીય કિસાન સંઘની રેલી
  • પાક વિમો, ચણા, ડાંગર સહિત બટાકાના ભાવ મામલે ખેડૂતોમાં રોષ
  • 200થી વધારે ખેડૂતો બાઇક રેલી થકી જઈ રહ્યા હતા ગાંધીનગર
  • પોલીસે ખેડૂતોને અટકાવી આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલો થાળે પાડ્યો

સાબરકાંઠાઃ છેલ્લા કેટલાક સમયથી વિવિધ કિસાન સંગઠન દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે શુક્રવારે સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત સરકારનો પણ વિરોધ કરાયો છે. જેમાં વિવિધ મુદ્દાઓનું સમાધાન ન થતા આજે ખેડબ્રહ્માથી ગાંધીનગર જવા 200થી વધારે ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી હતી. જોકે, પોલીસે ઈડર હિંમતનગર વચ્ચે ખેડૂતોની રેલી અટકાવી તેમનું આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલો થાળે પાડ્યો છે.

પોલીસે ખેડૂતોને અટકાવી આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલો થાળે પાડ્યો

રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારને ચણા, ઘઉં, તેમજ પાક વીમા મામલે વિવિધ રજૂઆતો કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી એક પણ માગ ન સંતોષાતા ખેડબ્રહ્માથી ગાંધીનગર સુધી બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ભારતીય કિસાન સંઘ દ્વારા દર વર્ષે યોજાતા શહીદ દિવસ નિમિત્તે બાઈક રેલી યોજી મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવા ગાંધીનગર જઈ રહ્યા હતા. જોકે, હિંમતનગર પહોંચતા પહેલા જિલ્લા પોલીસે તમામને અધવચ્ચે અટકાવી તેમની રજૂઆત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની વાત કરી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. તેમજ તેમને આગળ વધતા અટકાવ્યાં હતા. જોકે, ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથોસાથ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કિસાનોના પ્રાણ પ્રશ્નોને વાચાં ન મળે તો તાલુકા કક્ષા સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવા જણાવાયું છે.

ભારતીય કિસાન સંઘની સાબરકાંઠાથી ગાંધીનગર જઈ રહેલી રેલીને પોલીસે અટકાવી

ખેડૂતો રેલી યોજી મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા

ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કિસાનોની વિવિધ માંગણીઓ મુદ્દે રાજ્ય સરકારને અવગત કરાવી હતી. તેમજ પાક વીમા સહિત ચણા, ઘઉં, ડાંગર જેવા પ્રશ્નો અંગે નિકાલ લાવવા જણાવ્યું હતું. જોકે, આ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા ખેડૂતો રેલી યોજી મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા.

ભારતીય કિસાન સંઘની રેલી

આ પણ વાંચોઃ ટ્રેક્ટર પરેડ હિંસા: વિરોધીઓમાં 83 પોલીસ ઇજાગ્રસ્ત, કમિશનરે કહ્યું - કડક કાયદેસરની કાર્યવાહી કરાશે

પોલીસે મામલો થાળે પાડ્યો

પોલીસ દ્વારા 200થી વધારે કિસાનો ખેડબ્રહ્માથી હિંમતનગર પહોંચે તે પહેલા હિંગળાજ નજીક તમામ કિસાનોની અટક કરાઇ હતી. તેમજ તેમનું આવેદનપત્ર ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી. જેથી ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ આગળની રેલી મોકૂફ રાખી હતી. પોલીસે આ તબક્કે કિસાનોનું આવેદનપત્ર સ્વીકારી સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી લેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details