ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાર જિલ્લાઓમાં ચોરીનો તરખાટ મચાવનારી ગેંગનો પર્દાફાશ, 26 ગુના ઉકેલાયા - ગેંગ

સાબરકાંઠા જિલ્લા પોલીસને ચાર જિલ્લાઓમાં ચોરીનો તરખાટ (Burglary case in Sabarkantha) મચાવનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. બીજુડાં ગેંગના બે આરોપી સહિત 2 લાખથી (Sabarkantha Crime News) વધુનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી છે. (Bjoda Gang Burglary case)

ચાર જિલ્લાઓમાં ચોરીનો તરખાટ મચાવનારી ગેંગનો પર્દાફાશ, 26 ગુના ઉકેલાયા
ચાર જિલ્લાઓમાં ચોરીનો તરખાટ મચાવનારી ગેંગનો પર્દાફાશ, 26 ગુના ઉકેલાયા

By

Published : Sep 24, 2022, 10:07 AM IST

સાબરકાંઠા ગુજરાતના ચારથી વધારે જિલ્લાઓમાં ચોરી લૂંટફાટ સહિત ઘરફોડ (Sabarkantha Crime News) તેમજ વાહન ચોરી કરનારી બીજોડા ગેંગને ઝડપી લેવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. જિલ્લા પોલીસે બે આરોપીઓ સહિત (Burglary gangs in Sabarkantha) અઢી લાખથી વધારેના મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી લઇ 26 જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી વધુ એક સફળતા, ચોરીનો તરખાટ મચાવનારી ગેંગનો પર્દાફાશ

11 ગુનાઓની કબૂલાતમળતી માહિતી મુજબ ગુજરાત તેમજ રાજસ્થાન સરહદ ઉપર આવેલા મોટાભાગના જિલ્લાઓમાં બિજોડા ગેંગ છેલ્લા કેટલાક સમયથી અતિશય ત્રાસ ચાલી રહ્યો હતો. તેવા સમય સંજોગે સાબરકાંઠા જિલ્લા પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે એક કિશોર સહિત મુખ્ય આરોપીની અટકાયત કરી બીજોડા ગેંગ પાસેથી અઢી લાખથી વધારેના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. સાથોસાથ પોલીસે અન્ય પાંચ આરોપીઓના નામ જાહેર કરી 15થી વધારે ગુનાઓ સહિત 11 ગુનાઓની કબૂલાત (Sabarkantha Police) મેળવવામાં પણ સફળતા મેળવી છે.

આરોપી

ચોરી કરવામાં માહિર બીજોડા ગેંગ મુખ્યત્વે લુટ, ધાડ, ઘરફોડ સહિત વાહન ચોરી કરવામાં માહિર મનાય છે. તેમજ આ મામલે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સહિત ગાંધીનગરમાં પણ બીજોડા ગેંગ નિયમિત રૂપે કેટલાય લોકોને ટાર્ગેટ બનાવી હતી. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસની મળેલી પૂર્વ બાતમીના આધારે હિંમતનગર, મહેસાણા હાઇવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન બંને આરોપીઓને (Sabarkantha Bjoda Gang) ઝડપી લેવામાં સફળતા મળી છે.

26થી વધારે ગુનાઓ સાથોસાથ ઉત્તર ગુજરાતમાં 26થી વધારે ગુનાઓ ઉકેલવામાં પણ ભૂમિકા ભજવી છે. જોકે હાલમાં જિલ્લા પોલીસે એક કિશોર સહિત બે આરોપીઓની અટકાયત કરી છે જ્યારે અન્ય પાંચ આરોપીઓને ઝડપી લેવા તજવીજ (Theft case in Sabarkantha) હાથ ધરી છે ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાન માટે દિનપ્રતિદિન વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ મામલે જિલ્લા પોલીસ એ કરેલી કામગીરી આગામી સમયમાં ગુજરાત તેમજ રાજસ્થાન માટે મહત્વની સાબિત થાય તો નવાઈ નહીં.

ગુનેગારોમાં ગભરાટજોકે એક તરફ દિન પ્રતિદિન રાજસ્થાન તેમજ ગુજરાત સરહદ ઉપર આવેલી વિવિધ ગેંગનું અસ્તિત્વ સમાપ્ત થવા તરફ જઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ પણ વધતાં (Burglary case in Sabarkantha) જતાં ગુનાઓ મામલે મહત્વની કામગીરી થાય તો ગુનેગારોમાં પણ ગભરાટ ફેલાય તે નક્કી બાબત છે

ABOUT THE AUTHOR

...view details