ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં એક વર્ષ બાદ હત્યાનો કેસ નોંધાયો, પોલીસે દફનાવેલા મૃતદહેને કાઢી તપાસ હાથ ધરી

સાબરકાંઠાના ઇડરમાં એક વર્ષ અગાઉ મળી આવેલા મૃતદેહ મામલે હત્યાની ફરિયાદ થતાં એક વર્ષ બાદ દફનાવાયેલો મૃતદેહ કબરમાંથીને બહાર લાવી ફોરેન્સિક લેબોરેટરી તપાસ માટે મોકલાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે.

sa
sa

By

Published : Jan 12, 2021, 8:25 AM IST

  • સાબરકાંઠાના ઇડરમાં હત્યાની ફરિયાદ
  • એક વર્ષ બાદ દફન કરાયેલ મૃતદેહનું પીએમ કરાવ્યું
  • કૌટુંબિક સબંધી એ જ કરી હતી હત્યા

હિંમતનગરઃ સાબરકાંઠાના ઇડરમાં એક વર્ષ અગાઉ મળી આવેલા મૃતદેહ મામલે હત્યાની ફરિયાદ થતાં એક વર્ષ બાદ દફનાવાયેલો મૃતદેહ કબરમાંથીને બહાર લાવી ફોરેન્સિક લેબોરેટરી તપાસ માટે મોકલાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. પરિવારજનોએ પોતાના સ્વજનની હત્યા નજીકના પરિવારજન દ્વારા જ કરાઈ હોવાનો ખુલાસો કરતાં પોલીસ પણ આ મામલે દોડતી થઇ છે. તેમજ હત્યાના આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ઇડરમાં હત્યાની ફરિયાદ નોંધાતા કરાઈ તપાસ

સાબરકાંઠાના ઇડરના પથિક પેટ્રોલ પંપ પાસે છુટક મજુરી કરી જીવન ગુજારનારા પ્રતાપભાઈ ભરથરી એક વર્ષ અગાઉ તેમના કૌટુંબિક સાળા સાથેે ઘરેથી નીકળ્યા હતાં. જોકે સતત પાંચ દિવસ સુધી પ્રતાપભાઈ ગુમસુદા રહ્યા બાદ ઇડર હાઈવે નજીકથી કહોવાઈ ગયેલી હાલતમાં પ્રતાપભાઈ ભરથરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે તેમના પરિવારજનોએ આ મામલે શંકા-કુશંકા વ્યક્ત કરી હતી. પરંતુ અભણ પરિવારજનો પાસે સ્થાનિક અધિકારીઓએ જબરજસ્તીથી સહી સિક્કા કરાવ્યા હતાં.

પોલીસે એક વર્ષ અગાઉ દફનાવેલા મૃતદેહને બહાર કાઢ્યો

જો કે, પ્રતાપભાઈ ભરથરીના મોતના મામલે પરિવારજનોને શંકા જતા ફરિયાજ નોંધાવી હતી.જેની આખરે એક વર્ષ બાદ પોલીસે પરિવારજનોના કહેવા મુજબ એક વર્ષ અગાઉ દફનાવેલા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબોરેટરી માટે મોકલી તપાસ કરી હતી. આગામી સમયમાં આ મામલે કેવા અને કેટલા ખુલાસા થાય છે તે પણ મહત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details