હિંમતનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા (PM Kisan Sanman Nidhi 2022) આજે સાબરકાંઠાના હિમતનગર ખાતે પ્રાકૃતિક તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ (PM interacted with Himmatnagar farmers) થયો હતો, જેમાં નેચરલ ખેતી કરનારા ખેડૂત સંગઠન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ખેતીનું ભાવિ ઉજળું છે તેમજ કુદરતી ખેતી થકી ખેતીનો ખર્ચ ઘટવાની સાથે સમૃદ્ધ ખેડૂતનું સ્વપ્ન પણ સાર્થક થઇ શકે તેમ છે.
આ પણ વાંચોઃ PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં
સાબરકાંઠાના ખેડૂતોને લાભ મળ્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કિસાન નિધિ યોજના (PM Kisan Sanman Nidhi 2022) અંતર્ગત ઓર્ગેનિક તેમજ નેચરલ ખેતી કરનારા ખેડૂત સંગઠનો માટે પણ વિશેષ રકમ ફાળવાઈ હતી. જે અંતર્ગત સાબરકાંઠાના હિમતનગર ખાતે 600થી વધારે ખેડૂત સંગઠન ધરાવનારા ખેડૂત પ્રતિનિધિ સાથે વાત (PM interacted with Himmatnagar farmers) કરી હતી. ખેડબ્રહ્માના દીક્ષિત પટેલ દ્વારા સમગ્ર જિલ્લાની ખેતીની પાયાની વિગતો રજૂ કરવામાં આવી હતી. પીએમે ઇડર તેમજ પોશીના વિસ્તારમાં ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનની પણ વાત કરી હતી. જોકે વનવાસી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થતી હતી, પરંતુ કેટલાક વર્ષોમાં રાસાયણિક ખેતી તરફ વળેલા ખેડૂતો પણ હવે કુદરતી ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો ઓર્ગનિક ખેતી થકી ખેતપેદાશો પણ સાથે લાવ્યા હતાં જેના પગલે પીએમે ખેડૂતોનું ઉજ્જવળ ભાવિ ગણાવ્યું છે. આગામી સમયમાં સંગઠન શક્તિ થકી ખેડૂતોના ખર્ચમાં ઘટાડાની સાથે સાથે ઉપજમાં વધારો કરવાની વાત તેમજ ખેત પેદાશ સીધા માર્કેટમાં મૂકવાના પ્રયાસને પણ અતિ મૂલ્યવાન ગણાવ્યો હતો. જોકે વડાપ્રધાને કરેલી વાતચીતના પગલે ખેડૂત જગતના હાજર રહેલા પ્રતિનિધિઓમાં અને ઉત્સાહથી આગામી સમયમાં બાકી રહેલા તમામ ખેડૂતો સુધી કુદરતી ખેતી તરફ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.