- સાબરકાંઠા અરવલ્લી જિલ્લા પશુપાલકોમાં ખુશી
- પાંચ વર્ષમાં સૌથી વધુ ભાવ ફેર અપાયો
- કોરોના મહામારી મામલે 11.60 ટકા વધારો અપાયો
સાબરકાંઠા: અરવલ્લીની જીવાદોરી ગણાતી સાબરડેરીએ આજે વિક્રમ જનક 11.60 ટકા જેટલો દૂધનો ભાવ ફેર જાહેર કરતા સાડા ચાર લાખ પશુપાલકોને ખુશીની લહેર વ્યાપી છે. સાથોસાથ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી 1.60 રૂપિયા જેટલો વધારાનો નફો આપતા પશુપાલક સમાજના આંદોલનકારીઓએ પણ ડેરીના નિર્ણયને આવકાર્યો છે.
પશુપાલક આંદોલન સમિતિ એ પણ આવકાર્યું
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માટે સાબર ડેરીએ આવકનું એક માત્ર સાધન છે તેમજ કોરોના મહામારી અંતર્ગત છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવ પણ યથાવત રીતે જળવાઈ રહ્યા છે. ત્યારે આ વખતે સાબર ડેરી દ્વારા રૂપિયા 360 કરોડથી વધારેનો દૂધ વધારો ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જોકે, ગત વર્ષે 293 કરોડ રૂપિયા દૂધ વધારો આપવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોના મહામારી અંતર્ગત સાબર ડેરી દ્વારા 11.60 રૂપિયાનો દૂધ વધારો જાહેર કરાયો છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાધિક છે.
આ પણ વાંચો:સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો, 2 જિલ્લામાં ખુશી
ચેતન પટેલ દ્વારા સાબર ડેરીના દૂધ વધારાને આવકારવામાં આવ્યો
પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતન પટેલ દ્વારા સાબર ડેરીના દૂધ વધારાને આવકારવામાં આવ્યો છે. તેમજ કોરોના મહામારીને પગલે પશુપાલકોનું ધ્યાન રખાયા હોવાનું જણાવ્યું છે. જોકે, સાબર ડેરી સહિત અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને પગલે પશુપાલકોની સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ ભાવ 800થી વધારે આપવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ 57 કરોડથી વધારે ટર્નઓવર થયું
ગત વર્ષની સરખામણીએ 57 કરોડથી વધારે ટર્નઓવર થયું છે જેના પગલે આ વખતે ગત વર્ષની સરખામણીએ યોગ્ય ભાવ વધારો આપી શકાયો છે જેથી 11.60 ટકાનો વધારો આપી શકાયો છે પશુપાલકોની આર્થિક જરૂરિયાતોની સાથે સાથે ખેડૂતોને હાલમાં ખેતીની સિઝન હોવાના પગલે દૂધના ભાવ ફેરની રકમ ખેડૂતોને જરૂરિયાતના સમયે જ મળી રહેશે જેમાં આગામી 21 તારીખે સાડા ચાર લાખ પશુપાલકોને ખાતામાં દૂધનો ભાવ ફેર સીધેસીધો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેનાથી પશુપાલક સમાજમાં પણ ખુશી ફેલાશે તે નક્કી છે.
આ પણ વાંચો:દૂધના વ્યવસાય ક્ષેત્રે સાબરડેરીની હરણફાળ, હવે આંધ્રપ્રદેશમાં દૂધની ખરીદી શરૂ કરી
પાંચ વર્ષમાં સૌથી વધુ ભાવ ફેર જાહેર
સાબર ડેરી દ્વારા રૂપિયા 360 કરોડથી વધારેનો દૂધ વધારો ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જોકે, ગત વર્ષે 293 કરોડ રૂપિયા દૂધ વધારો આપવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોના મહામારી અંતર્ગત સાબર ડેરી દ્વારા 11.66 રૂપિયાનો દુધ વધારો જાહેર કરાયું છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાધિક છે.
પશુપાલક આંદોલન સમિતિ દ્વારા પણ નિર્ણય ને આવકાર્યો
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે બોર્ડ મિટિંગ બાદ દૂધનો વાર્ષિક ભાવ ફેર નક્કી કરાયો હતો. જે અંતર્ગત 11.5 ટકા દૂધનો ભાવ ફેર આપતા સાબરકાંઠા જિલ્લા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાથોસાથ પશુપાલક આંદોલન સમિતિએ પણ દૂધના ભાવ ફેટને આવકર્યો છે. જોકે, આગામી સમયમાં પણ દૂધના ભાવ જળવાઈ રહે તે જરૂરી છે ત્યારે જોવાઇ રહી છે કે આગામી સમયમાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને અપાતા દૈનિક દૂધના ભાવમાં કેટલો વધારો કરાય છે.