સાબરકાંઠાઃ હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે. ત્યારે, સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંસનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આરોગ્ય વિભાગ દ્રારા આજે તા. 28 મેના રોજ વિશ્વ માસિક દિવસ નિમિત્તે ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ તેમજ માસિક ધર્મ અંગે કિશોરીઓને શિક્ષિત કરવામાં આવી હતી.
21મી સદીના આપણા સમાજમાં માસિકધર્મ અંગે કેટલીક ભ્રામક માન્યતાઓ પ્રવતતી રહી છે. ત્યારે, ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્રારા કિશોરીઓ અને મહિલાઓમાં માસિકચક્ર બાબતે શિક્ષણ આપવામાં આવ્યું હતું. હજુ પણ મહિલાઓ અને કિશોરીઓને માસિક વખતે ગંદા કપડાનો ઉપયોગ કરી ઘણી બિમારીઓનો શિકાર બની અકાળે મોતને ભેટે છે. જે ઘણી ગંભીર બાબત છે.
સાબરકાંઠાના ઇડરમાં માસિક ડે ઉજવાયો, સેનેટરી પેડ આપી આશા બહેનોએ કર્યું અનોખું કામ - વિશ્વ મહિલા માસિક ડે
સાબરકાંઠા જિલ્લાના ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા આજે વિશ્વ મહિલા માસિક ડે નિમિત્તે સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરી કિશોરીઓને માસિકધર્મ અંગે આરોગ્ય કર્મીઓ દ્રારા શિક્ષિત કરી સામાજિક ઉધવગામિતાની નવી દિશા ચીંધી છે.
આ બાબતે કિશોરીઓને શરૂઆતથી જ શિક્ષણ આપવુ જરૂરી હોવાથી આરોગ્ય કર્મીઓએ કિશોરીઓ, માતાઓ અને મહિલાઓને સોશિયલ ડિસ્ટસીંગ જાળવી શિક્ષણ આપ્યું તેમજ આશા બહેનો દ્રારા સેનિટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ આ પેડના યોગ્ય નિકાલ માટે પણ શિક્ષિત કરાયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં આશા બહેનો દ્વારા કોરોનાના કપરા સમયમાં પણ પોતાની ફરજ પર હાજર રહી કોરોના અંગે પણ જાગૃતિ ફેલાવાનું તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉન લોડ કરાવી આશાનું કિરણ ફેલાવી રહી છે. સાથોસાથ આજે માસિક ડે નિમિત્તે છેવાડાના ઘર સુધી પહોંચી એક નવીન દિશા ચિંધી છે. જે સમાજ જીવન માટે મહત્વની બાબત બની રહેશે.